તેજશ મોદી/સુરત: ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું હોય તો દરેકે ફરજીયાત ખાસ બનાવાયેલા ટ્રેક ઉપર વાહન ચલાવવું પડતું હોય છે, જો તેમાં પાસ થાવ તો જ લાઈસન્સ મળે છે, જોકે વિવાદોમાં રહેવા ટેવાયેલા સુરતના પાલ આરટીઓમાં ખોટી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. એક કમિટી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે, જેમાં 55 થી 60 જેટલા લાઈસન્સ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર જ બનાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, આ તમામ લાઈસન્સ ધારકોને નોટીસ આપી તેમના જવાબ લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનાં પાલ આરટીઓમાં દરરોજ અનેક લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ બાનાવવા માટે આવતા હોય છે, આ તમામ લોકોએ કે જેમને પાકું લાઈસન્સ બનાવવું હોય તો તેમને ફરજીયાત ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડતો હોય છે. ગુજરાતના મોટા ભાગના આરટીઓમાં પાકું લાઈસન્સ બનવવા માટે ખાસ બનાવામાં આવેલા ટ્રેક ઉપર પોતાનું ટુવ્હીલર, થ્રીવ્હીલર, ફોરવ્હીલર ચલાવવું પડતું હોય છે. આ તમામ ટ્રેક સેન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે. વાહન ચાલકે પાર્કિંગ, રીવર્સ, સહિતના નિયત કરેલા ટેસ્ટ આપવાના હોય છે. વાહન ચાલક જોઈ કોઈ પણ ટેસ્ટમાં ફેઈલ થાય તો તેને ફરીથી આ ટેસ્ટ આપવો પડે છે, આમ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર પાકું લાઈસન્સ મુશ્કેલ છે.


જમીનની સમસ્યા ન ઉકેલાતા માતા-પુત્રએ કેરોસીન શરીર પર છાંટી આઈટી ઓફિસ પહોંચ્યા


સુરત આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વગર જ કેટલાક વાહન ચાલકોએ લાઈસન્સ મેળવી લીધું હોવાનું હોવાનું જાણવા મળ્યું હતું. આરટીઓના ઇન્ચાર્જ અધિકારી પાર્થ જોશીનાં ધ્યાને આ વાત આવી હતી. કેટલાક લાઈસન્સ વગર ટેસ્ટે બની ગયા હોવાનું સામે આવતા પાંચ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લા ત્રણ મહિનામાં લાઈસન્સ મેળવનારાઓના ડોક્યુમેન્ટ, ડ્રાઈવિંગ ટેસ્ટના વિડીયો ફૂટેજ સહિતના પુરાવાઓની તપાસ કરી હતી. આ તપાસમાં 55 થી 60 જેટલા ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ આપ્યા વગર બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમની સામે શંકા છે તે તમામ લાઈસન્સ ધારકોને નોટીસ આપી તેમના જવાબ લેવા માટે બોલાવવામાં આવશે.


પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું


ખોટું કર્યું હતું તો થશે કાર્યવાહી
સુરત આરટીઓના ઇન્ચાર્જ આરટીઓ પાર્થ જોશીએ જણાવ્યું હતું કે, 55 થી 60 લાઈસન્સ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ તમામ લાઈસન્સ ધારકોના ડોક્યુમેન્ટ અને તેમને જ્યારે ટેસ્ટ આપ્યો હતો. તે વિગતો તપાસમાં આવી રહી છે, જે લોકોની સામે શંકા છે, તે તમને નોટીસ આપી તેમને કમિટી સામે જવાબ આપવા બોલાવવામાં આવશે. તેઓ શું જવાબ કમિટીને આપે છે, ત્યાર બાદ વડી ઓફીસ સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. જોકે તેમને આ ઘટનાને ખુબ જ ગંભીર ગણાવી હતી.