ઝી બ્યુરો/સુરત: ભાઠેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી. કારખાને લાવી તરૂણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકત વિડીયો શૂટ કરાવી લીધી હતી. જોકે આધેડે તરૂણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતાં પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ 14 મતદાન મથકો પર ચૂંટણી પંચે કરી છે ખાસ તૈયારી! વાયરલેસ સેટ ઉભા કરાશે


પહેલાં માન દરવાજા વિસ્તારમાં અને હાલ ભાઠેના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહે છે. દસ દિવસ પહેલાં તેની બહેન આવી હતી અને તેણે જે કહ્યું હતું તે સાંભળી ધબકારો ચૂકી ગઈ હતી. ભાઠેના ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાં આવેલાં એક કારખાનામાં નોકરી કરતાં 21 વર્ષીય જીતુ રાણા સાથે તેની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. 


ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત...


આ વિડીયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું. પપ્પુએ જ આ વિડીયો બનાવીને સગીરાની માસીને બતાવ્યો હતો. મામલો ગંભીર હોઇ આ યુવતીએ 14 વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી. તરુણીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી તેને જીતુ રાણાએ પ્રેમમાં ફસાવી હતી અને તેને રૂમ ઉપર લઇ જઈ બળાત્કાર કરતો હતો. પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધો હતો. પપ્પુ ચૌધરીને આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતાં તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતાં મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. 


પૈસા રાખો તૈયાર, 8 મેએ ખુલશે આધાર હાઉસિંગનો IPO,ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, જાણો GMP


સલાબતપુરા પોલીસે આ બંને હવસખોરો વિરૂદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી. તે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા. તેમણે આ વિડીયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઈન્સપેક્ટર એસ.એ. શાહે તપાસ હાથ ધરી છે. 


1 વર્ષ બાદ બુધ પોતાની પ્રિય રાશિ મિથુનમાં કરશે પ્રવેશ, આ જાતકોને મળશે સારા સમાચાર