સુરત: રેતી-કપચીના વેપારીએ મંદીમાંથી બહાર નિકળવાનો માર્ગ નહી મળતા આખરે આત્મહત્યા કરી
શહેરમાં ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જ જઇ રહ્યો. હત્યા, બળાત્કાર, છેડતી જેવા અનેક કિસ્સાઓ સાથે આત્મહત્યા જેવા કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. રેતી-કપચીના વેપારીઓ કોરોના મહામારી વચ્ચે વેપાર ન ચાલતો હોવાના કારણે આવેશમાં આવી પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. લોકડાઉન બાદ તુષાર શિંગાળા માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે.
સુરત : શહેરમાં ગુનાનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જ જઇ રહ્યો. હત્યા, બળાત્કાર, છેડતી જેવા અનેક કિસ્સાઓ સાથે આત્મહત્યા જેવા કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. રેતી-કપચીના વેપારીઓ કોરોના મહામારી વચ્ચે વેપાર ન ચાલતો હોવાના કારણે આવેશમાં આવી પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. લોકડાઉન બાદ તુષાર શિંગાળા માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ મુદ્દે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે.
હિસ્ટ્રીશીટર આરોપીએ પાડોશી સાથે સામાન્ય ઝગડામાં કરી નાખી હત્યા, થયો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારીમાં પહેલા લોકડાઉન અને ત્યારબાદ નીતિનિયમ સાથે આપવામાં આવેલા અનલોકમાં કેટલાક લોકો વેપાર ઉદ્યોગ પહેલા જેવા ન ચાલતા તેના પરિવારનું ગુજરાન કરવામાં પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે આગામી સમય સુધી કોઇ પણ પ્રકારનો રસ્તો નહી દેખાતા આખરે તેણે આત્મહત્યાનો રસ્તો પકડ્યો હતો. રાજ્યમાં આર્થિક સ્થિતીના કારણે અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. નાઇટ કર્ફ્યૂના કારણે પણ સ્થિતી ખુબ જ વિકટ થઇ રહી છે.
અમરેલી: પીપાવાવના ગેસ્ટહાઉસમાં દારૂની મહેફીલ માણી રહેલા 3 કસ્ટમ અધિકારીઓ ઝડપાયા
જો કે ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવારના લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા આપઘાત કરનારા મોટા ભાઇ પોલીસને માહિતી આપી હતી. છેલ્લા ઘણા સમયથી તુષારનો વેપાર યોગ્ય ન ચાલતો હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી માનસિક તાણનો અનુભવ કરી રહ્યો હતો. આ ઉપરાંત ધંધો પણ પાટે ચડે તેવું નહી લાગતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મુદ્દે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. જો કે ઘટના અંગે માહિતી મળતા જ પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube