ઝી બ્યુરો/સુરત: શહેરના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે ખેતમજુરી કામ કરતા એક શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારી દીઘી હતી. જો કે પત્નીનું મર્ડર કરી ફરાર થઈ જનાર આરોપી પતિને ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં પડ્યા એજન્ટ રાજના પડઘા! ઋષિકેશ પટેલે કહ્યું; 'અમે કડક કાર્યવાહી કરીશું'


સુરત જિલ્લામાં વધુ એક હત્યા નો બનાવ બનવા પામ્યો છે. ઓલપાડ સાંધીએર ગામે ધનાભાઈ ગોપાળ આહિર રહે છે. તેઓ પશુપાલક અને ખેડૂત હોવાથી તેમને ત્યાં તાલુકાના કન્યાસી ગામના હળપતિવાસ કોલોનીનો વતની પરેશ દલપત રાઠોડ છેલ્લા બે માસથી તેના બે બાળકો અને પત્ની પદમાબેન તે પરેશભાઇ દલપતભાઇ રાઠોડ સાથે ધનાભાઈ આહિરના મકાનની બાજુમાં આવેલ તબેલાની પાછળ બનાવેલ ઓરડીમાં રહી ખેત મજુરી કામ કરતો હતો.


ગત 31 ના રોજ રાત્રે પરેશ રાઠોડે તેની પત્ની પદમાબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા પરેશ તેની પત્ની ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની સાથે ગાળાગાળી કરી ઢીક્કા- મુક્કીનો માર માર્યો હતો. આ શખ્સ એટલેથી ન અટકતા તેણે નજીક પડેલ વાંસની લાકડીનો સપાટા પત્નીના મોઢા તથા શરીરના ભાગે મારતા તેણીને ગંભીર અને જીવલેણ ઇજાઓ થઈ હતી.


મહેસાણામાં એજન્ટોએ ખોલી છે લૂંટની દુકાન, VIDEOમાં જુઓ કેવી રીતે ચાલે છે ષડયંત્ર?


જેથી લડાઈ-ઝઘડો થતા પત્ની પદમાબેનનું મોત થઈ હતું.આ મામલે ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પતિ પરેશ રાઠોડે પત્ની પદ્મા રાઠોડની હત્યાના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેને પગલે ઓલપાડ પોલીસ મથકના પીઆઇ એમ.બી.તોમરે આરોપીને ઝડપવા જુદી-જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતા. 


જેણે લઈ ઓલપાડ પોલીસ ટીમે બનાવી આરોપી પરેશ દલપત રાઠોડને સાંધીએર ગામની ખેત સીમમાંથી ગણતરીના કલાકોમાં દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.