SURAT: પાંડેસરામાં ત્રણ લૂંટારુઓને રિવોલ્વર બતાવી, સોનીએ હિંમતભેર સામનો કર્યો અને...
પાંડેસરામાં જય અંબે જ્વેલર્સની દુકાનમાં ઘઉસેલા માસ્ક ધારી લૂંટારાઓએ વેપારીને દેશી કટ્ટો બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણેય ઇસમોએ ચાંદીની રિંગ ખરીદવાના બહાને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીએ હિંમતભેર સામનો કરતા ત્રણેય લૂંટારૂઓ અલગ અલગ દિશામાં બાગ્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સંજય સોનીએ ઘટના અંગે જણાવ્યું કે, બપોરના સમયે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા. બાઇક પાર્ક કરીને દુકાનમાં ઘુસ્યા હતા. ચાંદીની રિંગ બતાવવાનું કહેતા મે ડબ્બામાંથી રિંગ કાઢીને બતાવી હતી. તેમને એક રિંગ પસંદ પણ આવી હતી. તેમણે રિંગનો ભાવતાલ કરી એક પછી એક દુકાનની બહાર ગયા હતા. પરત આવીને મોબાઇલ એપથી પૈસા લેશો તેમ કહીને વાતચીત કરી હતી.
સુરત : પાંડેસરામાં જય અંબે જ્વેલર્સની દુકાનમાં ઘઉસેલા માસ્ક ધારી લૂંટારાઓએ વેપારીને દેશી કટ્ટો બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણેય ઇસમોએ ચાંદીની રિંગ ખરીદવાના બહાને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીએ હિંમતભેર સામનો કરતા ત્રણેય લૂંટારૂઓ અલગ અલગ દિશામાં બાગ્યા હતા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સંજય સોનીએ ઘટના અંગે જણાવ્યું કે, બપોરના સમયે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા. બાઇક પાર્ક કરીને દુકાનમાં ઘુસ્યા હતા. ચાંદીની રિંગ બતાવવાનું કહેતા મે ડબ્બામાંથી રિંગ કાઢીને બતાવી હતી. તેમને એક રિંગ પસંદ પણ આવી હતી. તેમણે રિંગનો ભાવતાલ કરી એક પછી એક દુકાનની બહાર ગયા હતા. પરત આવીને મોબાઇલ એપથી પૈસા લેશો તેમ કહીને વાતચીત કરી હતી.
અમદાવાદમાં 15 વર્ષની સગીરાને 2 નરાધમોએ પીંખી નાખી, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
જો કે તે ત્રણેય પૈકી એક કટ્ટું બીજાને ચપ્પુ અને ત્રીજાને કોલર પકડીને બધી જ્વેલરી ડબ્બામાં મુકીને આપી દેવા જણાવ્યું હતું. વેપારીએ હિંમત કરીને કટ્ટો બતાવનાર વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિને કોલર પકડીને પછાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વેપારીએ હિંમતથી સામનો કરતા ગભરાયેલા ત્રણેય લોકો અલગ અલગ દિશામાં નાસી છુટ્યા હતા. જેથી જ્વેલર્સે બહાર નિકળીને બુમાબુમ કરી હતી. જેથી આસપાસના લોકો પણ એકત્ર થઇ ગયા હતા. લૂંટારૂઓનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
મેઘરાજાએ આજે પશ્ચિમ કચ્છ પર વરસાવ્યું હેત: નદી- તળાવોમાં નવા નીર આવ્યા
જો કે લૂંટારૂઓ ચપળતાથી ભાગ્યા હતા અને હાથમાં આવ્યા નહોતા. હાલ તો પાંડેસરા પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સીસીટીવીના આધારે તપાસ આદરી છે. અત્રે નોંધનીય છે કે, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી ચુકી છે. અસામાજીક તત્વોમાં કોઇ પણ પ્રકારનો ખોફ જોવા મળી નથી રહ્યો. સુરતમાં રોજિંદી રીતે હત્યા, બળાત્કાર, લૂંટ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube