ઝી બ્યુરો/સુરત: સુરતમાં રસ્તે ચાલતી દિકરીની શારીરિક છેડતી કરનાર આરોપીને 36 કલાકમાં સુરત સિંગણપોર પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે દીકરી અને તેના પરિવારનો વિડીયો વાયરલ કરનાર સામે પણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ક્યા યાત્રાધામમાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર? 17 વીઘા જમીન ખુલ્લી


સુરતમાં રસ્તે ચાલતી સગીરાની અજાણ્યા ઇસમ દ્વારા શારીરિક છેડતી કરવામાં આવી હતી.આ ઘટનાનો વિડીયો સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો. 12મી જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટના બાદ સીંગણપોર પોલીસે 24મી જાન્યુઆરીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનામાં દીકરી સને તેના પરિવારની ઓળખ છતી થાય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો.જે અંગે પણ પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 


હવે ધો.10ના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે! જાણો આ પરીક્ષાની ખાસિયત


દરમ્યાન સગીરાની છેડતી કરનારા ઇસમની ઓળખ મેળવવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી હતી.જ્યાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ ચાલતી કંસ્ટ્રક્શન સાઇટ પર આ શખ્સ મંજૂરી કામ કરતો હોવાનું માલુમ પડ્યું હતું. જે શખ્સ ઘટના બાદ રાજસ્થાન ખાતે ભાગી છૂટ્યો હતો. જેથી સીંગણપોર પોલીસે ટીમ રાજસ્થાન રવાના કરી હતી.જ્યાં રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના ઇસમને ઝડપી પાડી સુરત લઈ આવવામાં આવ્યો હતો.જે શખ્સને સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા.


ગુજરાતના પશુપાલકો માટે શ્વેતક્રાંતિ! આ ડેરીએ વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલો થશે ફાયદો


આ અંગે સુરત ડીસીપી પીણાકીન પરમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 24મી જાન્યુઆરીના રોજ પોકસો એકટ ગુનો નોંધાયો હતો.12મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઇસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી. જેથી પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ માટે અલગ અલગ ટિમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યાં માત્ર 36 કલાકમાં જ રાજસ્થાન ના બાંસવાડા ખાતેથી આરોપી સોહન શંકર નામના છેડતીખોર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 


ગુજરાતમાં કોંગ્રેસ એક્શનમાં! લોકસભાની 2 બેઠક માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા


વધુમાં ડીસીપી પીણાકીન પરમારે જણાવ્યું હતું કે, 12મી જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક દ્વારા અભયમને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જ્યાં પરિવારજનો જે તે સમયે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા. જ્યાં બાદમાં પોલીસ દ્વારા તત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ દીકરીના પિતા પોલીસ સ્ટેશન આવ્યા અને બદનામીના ડરથી ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.


જૂનાગઢ જિલ્લાના માણાવદરના CPI તરલ ભટ્ટને કરાયા સસ્પેન્ડ, ATSને સોંપાઈ તપાસ


24મી જાન્યુઆરી ના રોજ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.જે વિડીયો દીકરીના માતા-પિતા પાસે આવ્યો હતો,જે બાદ માતા-પિતા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવ્યા હતા.જ્યાં છેડતી ની સાથે સાથે દીકરી અને તેના માતા-પિતાની ઓળખ છતી થતાં તે બાબતે નો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે.ઘટનામાં કોઈ ક્ષતી પોલીસની જણાશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરાશે.વધુમાં ડીસીપી પીનાકીન પરમારે ઉમેર્યું કે, વિડીયો વાયરલ કઈ રીતે થયો અને ડીવીઆર ક્યાં હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. 


કાપડથી કંટ્રોલમાં રહેશે બીપી! સુરતમાં શોધાયું બ્લડ પ્રેશરના દર્દીઓને રાહત આપતું કાપડ


ભોગ બનનારની ઓળખ છતી ન થવી જોઈએ. ગુનો બન્યો અને ફરિયાદ મોડી થઈ છે,જેની તપાસ થશે.જે અરજદાર છે તે ડરે નહિ તેવી અપીલ પોલીસ તરફથી કરવામાં આવે છે. ભારતનો કોઈ પણ નાગરિક સરકાર દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ વેબસાઈટ પર ફરિયાદ કરી શકે છે.જેમાં પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. વાયરલ વિડીયો કરનાર લોકોની તપાસ કરવામાં આવશે. આરોપીને સાથે રાખી સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે.