સુરત: સુરતના મહુવા તાલુકામાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં મહુવરીયા - માછીસાદડા ગામના લોકોએ દૂધના ટેન્કર ચાલકને માર માર્યો હતો. જેથી ગામના આગેવાનોએ ટેન્કર ચાલક સાથે મારામારી કરનાર યુવકોને પોલીસ મથક લઇ જવાના બદલે સમાધાન કર્યું હતું. અને સજા ભાગરૂપે ઉઠક બેઠક કરવાની સજા ફટકારી પાઠ ભણાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં આ ઘટના ચોતરફ ચર્ચાનો વિષય બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર  મહુવા તાલુકાના મહુવરિયા-માછીસાદડા ગામના ત્રણ યુવાનોએ મહુવા નજીક આવેલા ડોલવણ તાલુકાના ગામના રસ્તા પર નજીવી બાબતે ટેન્કરચાલક સાથે માથાકૂટ કરી ટેન્કરના ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તેઓ ભેગા થયા હતા અને ટેન્કર ચાલક પર હુમલો કરનાર ત્રણેય યુવકોને બોલાવી પાઠ ભણાવ્યો હતો. 

રાજ્યપાલના વિવાદિત બોલ, ''હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય હો બોલે છે''


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube