Surat News : હાલ મસાલાના ભરવાની સીઝન ચાલી રહી છે, જેમાં લોકો આખા વર્ષના મસાલા ભરે છે. આવામાં હવે માર્કેટમાં ભેળસેળવાળી વસ્તુઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ મામલે આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. ગુજરાતમાં ભેળસેળવાળી વસ્તુઓને પકડવા આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ત્યારે સુરતમાં એક દુકાનમાંથી લીધેલા લાલ મરચા પાવડરના સેમ્પલમાંથી પથ્થરના કણ મળી આવ્યા છે. પાલનપોર પાટિયા વિસ્તારમાં એક દુકાનમાંથી લીધેલા મરચા પાઉડ નો નમુનો લેબોરેટરીમાં ફેલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્તા માહિતી અનુસાર, સુરત પાલિકાએ થોડા દિવસોપ હેલા સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી મસાલાના નમૂના લીધા હતા. કુલ 25 જેટલા સેમ્પલ લેવાયા હતા, જેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા હતા. હાલ મસાલાની સીઝન ચાલી રહી હોવાથી મસાલામાં મોટાપાયે ભેળસેળ ચાલી રહ્યું છે. જેને પકડવા સુરત પાલિકાની ટીમ એક્ટિવ બની હતી. 


બાળકોની કસ્ટડી મુદ્દે તમામ ફેમિલી કોર્ટને ગુજરાત હાઈકોર્ટે આપ્યો આ આદેશ


ફુડ વિભાગે 13 એપ્રિલના રોજ શહેરમાં 18 જેટલા વેપારીઓ જેઓ મંડપ નાખી મરી મસાલાના વેચાણ કરતાં હતા તેમને ત્યાંથી વિવિધ મસાલાના 25 જેટલા નમૂના લઈને તેને ચેકિંગ માટે પાલિકાની ફૂડ હેલ્થ લેબમાં મોકલી આપ્યા હતા. પાલિકાના ફૂડ વિભાગે 25 નમૂના લીધા હતા તેમાં 24 નમુના લેબ પરીક્ષણ માં પાસ થયા હતા. જેમાં એક સેમ્પલ ફેલ નીકળ્યું છે. પાલનપુર પાટિયા પટેલ પાર્ક શાકભાજી બજાર પાસેના શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડારના મરચા પાઉડરમાંથી પથ્થરના કણ મળી આવ્યા છે. મસાલા દળવાની ઘંટી યોગ્ય ન હોય તો આ પ્રકારના કણ મસાલામાં જાય છે. તેથી પાલિકાએ આ દુકાન સામે દંડ ફટકારવાની કાર્યવાહી કરી છે. 


તલાટી પરીક્ષાના ઉમેદવારો ફટાફટ આ સમાચાર વાંચી લેજો, ટ્રેન સુવિધાને લઈને આવ્યા અપડેટ


મરચામાં ભેળસેળ આ રીતે ઓળખો 
લાલ મરચાનો પાઉડરમાં પણ ખૂબ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાના પાઉડરને પીસીને લાલ ઈંટ અને ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે આવા સમયે આપ લાલ મરચાની ઓળખાણ માટે આપ તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે અને નકલી લાલ મરચું ડૂબી જશે.


ગુજરાતમાં ડમી સ્કૂલો : કાગળ પર શિક્ષકો અને બાળકો, શિક્ષણ બોર્ડના સભ્યોએ જ ખોલી પોલ