Surat News ચેતન પટેલ/સુરત : ઘરની છતના ઉપરથી પતરાના સાથે નીચે પડેલા યુવકના પગમાં ઘુસી ગયેલા લોખંડના સળિયા સાથે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં આવેલા નવા કમેલાના રાઠોડ પરિવારને કડવો અનુભવ થયો હતો. દર્દીને ઇમરજન્સી વિભાગમાંથી કેસ પેપર, એક્સ-રે વિભાગમાં અંદાજિત એક કલાક સુધી ધક્કા ખવડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ પીડિત દર્દીના પરિવારનું એક્સ-રે વિભાગ પાસે હોસ્પિટલના કર્મચારી સાથે વાતનો વિવાદ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવક છત પરથી નીચે પડ્યો હતો 
સલાબતપુરા પોલીસની હદ વિસ્તારમાં આવેલ નવા કમેલા સંજય નગરમાં સંજય રમેશ રાઠોડ (28 વર્ષ) પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાનાં અરસામાં સંજય ઘરના પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સંજય નીચે પડ્યો હતો. જેથી તેના પગમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. 


લખી રાખજો, આગામી 5 વર્ષ ગુજરાતના જ છે! આ ક્ષેત્રમાં આગામી 5 વર્ષમાં ચાંદી જ ચાંદી છે


પગમાં સળિયા સાથે યુવકને હોસ્પિટલ લવાયો 
પગમાં ઘૂસેલા સળિયા સાથે સંજયને તેના પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં 2:53 વાગ્યાના અરસામાં સંજયની સારવાર માટે કેસ પેપર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ સંજયને સારવાર આપવાને બદલે ફરજ પરના તબીબે આ જગ્યાથી તે જગ્યાએ ધકકાઓ ખવડાવ્યા હતા. જેથી તેનું પરિવાર અકળાઈ ગયું હતું. પરિવારજનો સંજયને લઈને એક્સ-રે કાઢવા માટે ગયું હતું. જ્યાં પણ હાજર કર્મચારી સાથે વાતનો વિવાદ સર્જાયો હતો. જેથી હોસ્પિટલના માર્શલો દોડી આવ્યા હતાં. ત્યારબાદ તેઓની મધ્યસ્થી બાદ સંજયને સારવાર મળી હોવાનું જાણવા મળ્યું હતું.


બ્રેકિંગ ન્યૂઝ : બ્રેકિંગ ન્યૂઝ : 6 લોકોનો જીવ લેનાર સિરપકાંડના માસ્ટરમાઈન્ડ પકડાયા


એક કલાક સુધી પીડા સાથે દોડ્યો યુવક 
યુવકના પરિવારે કહ્યું હતું કે 2:53 મિનિટે સારવાર માટે કેસ કઢાવ્યો હતો અને 4 વાગ્યા સુધી એક વિભાગથી બીજા વિભાગમાં ધક્કા ખવડાવતા અકળાયા હતા. અહીંયા દવા નહિ, દર્દ અપાઈ છે એવું અમને લાગે છે. ફિલ્મ મુન્નાભાઈ MBBS જેવો ઘાટ છે. ઈમરજન્સીમાં દર્દીને સારવાર આપવી કે પહેલા કેસ કઢાવવો એનો અહેસાસ અહીંયા થયો છે. જોકે માર્શલોએ મધ્યસ્થી કરતા તાત્કાલિક એક્સ-રે કાઢી આપવાની ફરજ પડી હતી. 


છળકપટથી માર્યા ગયા હતા મહાભારતના આ 5 યોદ્ધા, શ્રીકૃષ્ણનો હતો આદેશ