સુરત: ગેસ કટર વડે એટીએમ મશીન તોડી તસ્કરો 14 લાખની ચોરી કરી ફરાર
શહેરમા એકતરફ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યુ છે તેની વચ્ચે તસ્કરો પોલીસને હાથતાળી આપી લાખ્ખો રુપિયાની ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ઇચ્છાપોર વિસ્તારમા આવેલા કોર્પોરેશન બેંકના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવાયુ હતુ. તસ્કરો એટીએમને નિશાન બનાવે તે પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામા આવી હતી, એટીએમમા કેમેરો કયા ફીટ કર્યો છે તેની માહિતિ મેળવવામા આવી હતી.
ચેતન પટેલ/સુરત: શહેરમા એકતરફ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યુ છે તેની વચ્ચે તસ્કરો પોલીસને હાથતાળી આપી લાખ્ખો રુપિયાની ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ઇચ્છાપોર વિસ્તારમા આવેલા કોર્પોરેશન બેંકના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવાયુ હતુ. તસ્કરો એટીએમને નિશાન બનાવે તે પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામા આવી હતી, એટીએમમા કેમેરો કયા ફીટ કર્યો છે તેની માહિતિ મેળવવામા આવી હતી.
બાદમા તેઓ દ્વારા મંગળવારે મોડી રાત્રે સૌ પ્રથમ તો એટીએમનુ બહારનુ તાળુ ગેસ કટરથી કાપી નાખી અંદર પ્રવેશ્યા હતા અને બાદમા એટીએમ મશીનમા લાગેલા સીસીટીવી કેમેરાના વાયર તોડી નાંખ્યા હતા. ગેસ કટર વડે તસ્કરોએ આખેઆખુ એટીએમ મશીન કાપી નાખ્યુ હતુ અને એટીએમ મશીનની અંદરના રૂપિયા 14 લાખ જેટલી કેસની ચોરી કરી ભાગી છુટયા હતા.
સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વરસાદ : ઉનામાં 2 પશુપાલક યુવકો પર વીજળી પડી, એકની હાલત ગંભીર
જુઓ LIVE TV:
ઘટનાની જાણ થતા જ ક્રાઇમબ્રાચ, ઇચ્છાપોર પોલીસ તથા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક કિશોર પણ આ તસ્કર ગેંગમા હોવાનુ બહાર આવ્યુ હતુ. હાલ એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લેવામા આવી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા પણ સીસીટીવી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામા આવી રહી છે.