Surat Viral Video : સોશિયલ મીડિયામાં રચ્યા પચ્ચા રહેતા યંગસ્ટર્સ પિયુષ ધાનાણી નામથી વાકેફ છે. થોડા સમય પહેલા જ સુરતના આ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ રોગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષનો ભોગ બન્યો હતો, અને લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે હવે આ ફેમસ એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો છે. ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવવા જતા મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીંક્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનો સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પિષુય ધાનાણી સતત ચર્ચામાં રહે છે. પિષુય ધાનાણી તેના માર ખાવાની ઘટનાઓને કારણે વધુ ચર્ચામા રહેતો હોય છે. ત્યારે ફરી એકવાર સુરતના વરાછા વિસ્તારમા આ કહેવાતા એક્ટિવિસ્ટને માર પડ્યો હતો. એક મહિલાએ પિષુય ધાનાણીને લાફા ઝીંક્યા હતા. 


અંબાજી મંદિરમાં કલેક્ટરની હાજરીમાં આચાર સહિતાનો ભંગ કરી પૂજા વિધિ કેવી રીતે થઈ!


વાત એમ હતી કે, મહિલા ચાલુ મોપેડમાં ફોન પર વાત કરતી હતી, જેથી પિષુય ધાનાણીએ તેને અટકાવી હતી. જેને લઈ મહિલા રોષે ભરાઈ હતી અને લાફા માર્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળું પણ ભેગું થયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રોન્ગ સાઈડ ટુ વ્હીલર ચલાવતા વાહનચાલકોનો પિષુય ધાનાણી સાથે વિવાદ થયો હતો.


 


ગુજરાતમાં ભાજપ કેમ નથી હારતું, આ આંકડાઓ જાણશો તો કહેશો કે 26માંથી 26 જ જીતશે