નોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, નોકરીનો પહેલો દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસ
Surat Spa Fire Incidence : સુરતના શિવપૂજા અગ્નિકાંડમાં જાણે કાળ બન્ને યુવતીને ખેંચી લાવ્યો હોય તેવું બન્યું... મનીષા ક્યાં નોકરી કરતી તે નાની બહેન જાણતી નહોતી; બીનુ સ્પામાં પહેલા જ દિવસે જીવતી ભૂંજાઈ
Surat News : સુરતમાં બુધવારે મોડી સાંજે સીટી લાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલના અમૃતયા સ્પા અને જિમ-11માં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગુંગળામણથી સ્પાની બે મહિલા કર્મચારીના દર્દનાક મોત નિપજ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર બેનુ લિમ્બોની નોકરીનો પ્રથમ દિવસ હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ તે મહારાષ્ટ્રના લોનાવાલાથી સુરત શિફ્ટ થઈ હતી. ત્યારે નોકરીનો પહેલો દિવસ બેનુ લિમ્બોની જિંદગીનો છેલ્લો દિવસ બની રહ્યો. તેને ખબર ન હતું કે નોકરીના પહેલા જ દિવસે તેને મોત મળશે.
સિક્કીમની રહેવાસી 30 વર્ષીય બેનુ લિમ્બો સુરતના અમૃતયા સ્પામાં નોકરીએ લાગી હતી. આ ઘટનામાં મોતને ભેટનાર બીજી યુવતી મનીષા દમાઈએ તેને અહી સ્પામાં નોકરી લગાવી હતી. બેનુ લિમ્બો અને મનીષા દમાઈ બંને એકબીજાને ઓળખતા હતા અને લોનાવલાના એક સ્પામાં સાથે કામ કરતા હતા. તેના કહેવા પર તે મહારાષ્ટ્રથી સુરત આવી હતી. ત્રણ દિવસ પહેલા જ બેનુ સ્પાના માલિકે આપેલા ક્વાર્ટર્સમાં શિફ્ટ થઈ હતી.
બુધવારે જ્યારે આગ લાગી તે દિવસ બેનુ લેમ્બાની નોકરીનો પહેલો દિવસ હતો. અચાનકક જિમમાં ઈલેક્ટ્રીકલ પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સ્પાના કાચના દરવાજામાં ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવવામાં આવ્યા હતા. બેનુ લિમ્બો અને મનીષા દમાઈ ગેટ ખોલી ન શકવાથી અંદર ફસાઈ ગઈ હતી, જ્યારે તેમના ત્રણ સાથીદારો સમયસર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
રાજકોટમાં આટલા રૂપિયામાં વેચાય છે નશીલું બ્રાઉન સુગર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
તો બીજી તરફ, મનીષાના મોત બાદ તેની નાની બહેનનું હૈયાફાટ રુદન સૌ કોઈ માટે રડાવી દે તેવું હતું. તે જાણતી ન હતી કે તેની બહેન સ્પામાં નોકરીએ લાગી છે.
વેકેશનને કારણે મોટી દુર્ઘટના ટળી
આગની ઘટના જે સમયે બની તે સમયે રોજ જીમમાં 150થી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે. આ સિવાય સાંજે 4થી 6 દરમિયાન નાના બાળકો માટે એથ્લેટિક્સની ટ્રેનિંગ પણ ચાલતી હોય છે. હાલમાં દિવાળીના વેકેશનને કારણે જીમ બંધ હતું. જેને કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી. જો જીમ ચાલુ હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત અને મોતનો આંકડો મોટો થઈ ગયો હોત. જીમ અને સ્પાને સીલ કરવામાં આવશે
ફાયર વિભાગની બેદરકારી
આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી વધુ એક વખત બહાર આવી છે. જ્યાં આગ લાગી તે ફોર્ચ્યુન મોલ તરીકેની ઓળખ ધરાવે છે. જ્યારે તેનું અસલી નામ શિવપૂજા અભિષેક કોમ્પલેક્સ છે. જેના ત્રીજા માળે દોઢી હાઇટના સ્લેબ લઈને બનાવેલા માળમાં સનસિટી જીમ ચાલતું હતું. આ જીમમાં ગત ઓગસ્ટ માસમાં એટલે કે, રાજકોટની દુર્ઘટના બાદ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની ફાયર NOCની ડેટ પૂરી થઈ ચૂકી હોવાથી રિન્યુ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ ત્યારબાદ શું થયું? ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરીને NOC રિન્યુ કરવામાં આવી કે કેમ?
લોહાણા સમાજની અનોખી ભક્તિ, જલારામ બાપાની જયંતીએ 225 કિલોનો મહાકાય લાડુ બનાવ્યો
ડિવિઝનલ ફાયર અધિકારી હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં એનઓસી આપવામાં આવી હતી. ત્યાર પછી 15 મી ઓક્ટોબરના રોજ વર્ષ માટે રિન્યુઅલ કરાવી છે. જીમને વર્ષ 2022 અને 2024 ના ઓગસ્ટ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી. ફાયર NOC લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જીમ એસેમ્બલીમાં આવે છે જેથી એનઓસી લેવી કમ્પલસરી હોય છે. ઇમરજન્સી સ્ટેર માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે ફસાડ છે એ માટે પણ સૂચના આપવામાં આવી હતી.. ફસાડ હોવાથી અમે તેમને સૂચના આપી હતી કે અંદર જો આગ લાગવાની ઘટના બને તો તે ધુમાડો રિલીઝ કરવા માટે એન્ટ્રી બ્લોકમાં ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યુ થઈ શકે. તે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનું FSO છે. તેના આધારે NOC આપવામાં આવી છે. એનઓસી શિવ પૂજન ને આપવામાં આવી છે . આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેમને એનઓસી આપવામાં આવી છે. જીમ નોટિસ આપવામાં આવી છે. તેઓએ ઇન્ડિપેન્ડેન્ટ પાર્ટ તરીકે એનઓસી લીધી છે. જેના કારણે જીમને નોટિસ આપવામાં આવી હતી. જીમ પાસે એનઓસી જ નથી. સ્પા અને જીમ એક જ જગ્યા પર છે. ઓન પેપર આ ફિટનેસ ના નામથી છે. ગુજરાત સરકારના પ્રિવેન્શન એક્ટ તરીકે કોઈ પણ કોમર્શિયલ બિલ્ડિંગમાં અલગથી જીમ ચાલે તો તેને એનઓસી લેવી ફરજિયાત હોય છે. કારણ કે જીમ એસેમ્બલીમાં જાય છે. જીમ સાથે સ્પા પણ ચાલે છે તે અંગેની જાણકારી આપી નહોતી.
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છે