સુરત : વરાછા હિરાપન્ના કોમ્પલેક્ષમાં આવેલા રુષીક સરીન એન્ડ ફોર્પી નામના હીરાના કારખાનાને રવિવારે બપોરે કારીગરે નિશાન બનાવી કારખાનાનું તાળુ તોડીને અલગ અલગ વેપારીનાં કુલ 7.69 લાખનાં મતાના 58.02 કેરેનાં હીરા ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે હીરા વેપારીની ફરિયાદ લઇને કારીગરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના તમામ હીરાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમિકાની જરૂરિયાત અને મોજશોખ પુરા કરવા માટે આ વ્યક્તિ ચોરીના રવાડે ચડ્યો હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત આરોપી અગાઉ કિશોરીના અપહરણમાં પોલીસના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સરથાણા જકાતનાકા કોમ્યુનીટી હોલની સામે રૂષીકેશ એપાર્ટમેન્ટ એફ-1 ફ્લેટનં 1202 માં રહેતા નિશાંત કાંતિભાઇ લાઠીયા વરાછા હિરાપન્ના કોમ્પલેક્ષમાં ઓફીસ નં 110માં રુષીક સરીને એન્ડ ફોર્પી હીરાનું કારખાનું ધરાવે છે. નિશાંતના કારખાનામાં 30 મેના રોજ રવિવારે રોજ બપોરનાં ચાર વાગ્યે કોઇ અજાણ્યો વ્યક્તિ કારખાનામાં ત્રાટક્યો હતો. 


ભર બપોરે સુમારે ત્રાટકેલા અજાણ્યાએ કારખાનાના તાળા તોડી અંદર ઘુસીને અલગ અલગ વેપારીઓનાં કુલ 7,69,800 મતનાં 58.02 કેરેટનાં હીરા ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે નિશાંત લાઠીયાએ જાણ થતા તેઓ કારખાને દોડી ગયા હતા. પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. નિશાંત લાઠીયાએ ચોરી પાછળ હીરલ જયસુખ સિરોયા સામે આશંકા વ્યક્ત કરી હતી. 


બનાવ બાદ પોલીસે નિશાંત લાઠીયાની ફરિયાદ લઇ શંકાને આધારે હિરલ જયસુખ સિરોયાની જડપી પાડી તેની પાસેથી ચોરીનાં તમામ હીરાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કિશોરીનાં અપહરણના ગુનામાં એક આરોપીને જડપી લીધો હતો. પોલીસે બીજા દિવસે ખબર પડી કે અપહરણ કરનાર યુવકે જ હીરા ચોરી કર્યા હતા. વરાછા પોલીસે 30 મેના રોજ રાત્રે માતૃ શક્તિ સોસાયટી પાસેથી હિરલ શિરોયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. હિરલ વિરુદ્ધ વરાછા પોલીસમા 50 દિવસ પહેલા 16 વર્ષીય પ્રેમ પ્રકરણમાં અપહરણ કરવાનો ગુનો નોંધાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube