સુરત : નાનાપુરા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે જુથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. સાંજે નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતા સામસામે પથ્થરમારો થયો હતો. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસે 10થી 12 લોકોને ડિટેઇન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના નાનપુાર વિસ્તારમાં છાશવારે અલગ અલગ કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. દારૂ પીવા બેઠેલા લોકો વચ્ચે માથાકુટ થઇ હતી તે કોમી મુદ્દો બની હતી. સુરતનાં ઝીંગા સર્કલ પાસે બે જુથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. એક મહિલા તેની દીકરી સાથે તે વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. દરમિયાન કોઇકારણોસર સામસામે બોલાચાલી થઇ હતી. જે જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 


મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા મામલો બિચક્યો હતો. ટોળુ એકત્ર થતા ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા પર પથ્થરમારો કરીને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે અહીં વારંવાર ઝગડામાં પથ્થરમારો કરવામાં આવતો હોય છે. પરિસ્થિતી કાબુ બહાર જતો રહ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ વિભાગનો કાફલો ખડકાયો હતો. અઠવા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube