ચેતન પટેલ/સુરત :સુરતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ સ્ટંટ કરવા જવા જીવ ગુમાવ્યો છે. સ્ટંટ કરવા જતા તેને ફાંસો લાગી ગયો હતો, જેથી તેનુ મોત નિપજ્યું છે. સોશિયલ મીડિયા એપ પર મૂકવા વીડિયો બનાવતી વેળાએ આ ઘટના બની હતી. વિદ્યાર્થીને ટિકટોક પર અવનવા વીડિયો મુકવાનો શોખ હતો. ત્યારે આ શોખે જ તેનો જીવ લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ અમરેલીના અશ્વિન વીરડિયા પોતાના પરિવાર સાથે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં દીકરી હેની અન નાનો દીકરો મીત છે. 13 વર્ષનો મીત ધોરણ 8 માં ભણતો હતો. મીતને સ્ટંટ કરવાનો બહુ જ શોખ હતો. સાથે જ તેને સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો મૂકવાનો પણ ઘણો શોખ હતો. તેથી તે પોતાના સ્ટંટ કરવાના, ડાન્સ કરવાના, ગીત ગાવના વીડિયો અવારનવાર શેર કરતો હતો. ઘરની બાલ્કની મીતની ફેવરીટ જગ્યા હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. 


આ પણ વાંચો : ‘હું સાગર બોલુ છું...’ કહીને રોમિયોએ 40 મહિલા કાઉન્સિલરોને બિભત્સ મેસેજ કર્યાં


પરંતુ ગઈકાલે અચાનક ઘરની બાલ્કનીમાંથી તેની લાશ મળી આવી હતી. તેણે ગળે ફાંસો ખાધો હતો. જોકે, મીતે જાતે ફાંસો ખાધો કે પછી દુપટ્ટો ગળામાં ભેરવાયો તે હજી સામે આવ્યું નથી. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ તારણ જાણવા મળ્યું છે.



મીત સ્ટન્ટ સહિત ડાન્સના વિડીયો બનાવી સોશિયલ મીડીયા પર સતત અપલોડ કર્યાં કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મીતને વીડિયો બનાવવાનો એટલો શોખ હતો કે, તેણે એક વર્ષમાં 500 જેટલા વીડિયો બનાવી દીધા હતા.