Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. 17 વર્ષીય કિશોરી જે બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટકાઈ, ત્યાં બે મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ યુપીના વતની સંજયસિંગ પરિવાર સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીનપાર્ક સોસાયટીમાં રહે છે. પરિવારમાં પત્ની બે પુત્રી અને એક પુત્ર છે. સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જે પૈકી પાયલ બીજા નંબરની પુત્રી છે. જે ધોરણ 12 બાદ કોલેજની તૈયારી કરી રહી હતી. ગત રોજ બપોરે 1:30 વાગ્યે ‘હું ટ્યુશનમાં જોઉં છું’ તેમ કહીને દીકરી પાયલ ઘરેથી નીકળી હતી. દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડીંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળેથી નીચે પટકાઈને મોતને ભેટી હતી. 


ઘટના અંગેની જાણ થતા પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અકસ્માત આપઘાત કે હત્યાની દિશામાં હોતું તપાસ હાથ ધરવામાં આવી છે. 


ભેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે, 17 વર્ષે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. માથા અને શરીરના ભાગે ઇજાના નિશાનો મળી આવ્યા છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.