ચેતન પટેલ/સુરત : સમગ્ર દેશ સહિત દુનિયામા આજે વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે સુરતમા અનોખી રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. અડાજણ વિસ્તારની પ્રેસિડન્સી સ્કુલમા 600 વિદ્યાર્થીઓએ માતા પિતાની આજ્ઞા વગર લગ્ન નહિ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો વેલેન્ટાઇન ડેના દિવસે સમગ્ર દેશમા પ્રેમી-પ્રેમીકા એકબીજાને પ્રપોઝ કરતા હોય છે. જો કે ભારતીયા સંસ્કૃતિ જળવાય રહે તે માટે સુરતની સ્કુલના સંચાલક દ્વારા અનોખો કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો હતો. અડાજણ વિસ્તારમા આવેલી પ્રેસિડન્સી સ્કુલમા પ્રતિજ્ઞા લેવડાવવાનો કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો હતો. જેમાં 600થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી કે, પોતે પોતાના માતા-પિતાની પરવાનગી વગર લગ્ન કરશે નહિ. આ ઉપરાંત તેઓ દુનિયામા સંબધી, મિત્ર તમામને પ્રેમ કરશે. જે રીતે કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો હતો, તેને લઇને વિદ્યાર્થીઓમા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ આ પ્રતિજ્ઞામાં જોડાયા હતા. વિધાર્થીઓ સાથે એનજીઓ તથા વાલીઓ પણ જોડાયા હતા.


સ્કુલ દ્વારા જે રીતે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવાનો કાર્યક્રમ આપવામા આવ્યો છે તે ખરેખર આવરદાયક છે.