તેજશ મોદી/સુરત :સુરતની સુમુલ ડેરી કરોડોના કૌભાંડને મામલે વિવાદમાં સપડાઈ છે. સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો મામલે ખેડૂત આગેવાન દર્શન નાયકે રાષ્ટ્રપતિ અને પીએમને પત્ર લખ્યો છે. પૂર્વ પ્રમુખે લગાવેલા આક્ષેપોની તપાસની માંગ કરાઈ છે. સુમુલ ડેરીના પ્રમુખ રાજુ પાઠકે રૂા.૧ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો પૂર્વ સાંસદ માનસીંગ પટેલે આક્ષેપ કર્યો છે. કૌભાંડ સમયે રાજુ પાઠક ડેરીના પ્રમુખ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુમુલ ડેરીના રાજુ પાઠક પર આરોપ છે કે તેમણે પોતાના માનીતા ૩૦૦ લોકોને ખોટી રીતે નોકરીએ રાખ્યા હતા. અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો છે. ચેરમેને જરૂર ન હોવા છતા ડેરીમાં રીનોવેશન હાથ ધરી કરોડો ખર્ચી નાખ્યા છે. આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડોનો કોન્ટ્રાકટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.



તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સુમુલ દ્વારા દૂધના ભાવના વધારા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે. તાજેતરમાં જ સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.