ઝી બ્યુરો/સુરત: ગુજરાતની સુરત સુમુલ ડેરી સૌપ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. એટલું જ નહીં, આઈસ્ક્રીમના વેચાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો હોવાથી સુમુલ ડેરી રોજિંદા 50 હજાર લિટર આઈસ્ક્રીમને બદલે હવે 1 લાખ લિટર આઈસ્ક્રીમને બદલે હવે 1 લાખ લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવા પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરશે. 1 લાખ લીટર આઈસ્ક્રીમ સાથે 3 લાખ કોન ઉત્પાદન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બન્ને પ્લાન્ટનું ખાતમુહર્ત આગામી 8મી જૂનને બુધવારે સવારે 9.30 કલાકે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરાશે. આ બન્ને પ્લાન્ટ સુમુલ ડેરીના નવી પારડી ખાતે ઉભા કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્રની પ્રોડક્ટ લીક ઇન્સેટિવ સ્કીમમાં મજૂરી મેળવનાર સુમુલ ડેરી પ્રથમ સંસ્થા બનશે.


મહેસાણામાં 'AAP' ની તિરંગા યાત્રા વિવાદમાં! રૂટમાં એવું તે શું બન્યું કે જોત જોતામાં VIDEO થયો વાયરલ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાંથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે.


Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર હવે ફ્લાઈટ કનેક્ટિવિટી વધશે, આ એક પ્રોબ્લેમના કારણે પડતી હતી મોટી મુશ્કેલી


આ માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પરવાનગી આપી છે. તેથી સુમુલ આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 50,000 લિટરથી વધી 1 લાખ લિટર કરશે. 50 હજાર લિટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે નવો પ્લાન્ટ ઉભો કરાશે. આ સિવાય આઈસ્ક્રીમના કોનની માંગને પહોંચી વળવા માટે સુમુલ ડેરી પારડી ખાતે કોન બનાવવાનો પ્લાન્ટ નાંખવામાં આવશે.


Jagannath Rath Yatra 2022: ભગવાન જગન્નાથ આ વર્ષે કેવા પહેરવેશમાં જોવા મળશે? મામેરાના યજમાન બન્યા રાજેશ પટેલ


ઉલ્લેખનીય છે કે, આ બન્ને પ્લાન્ટ 125 કરોડના ખર્ચે ઉભા કરાશે. અને આગામી 8મી જૂને સીઆર પાટીલના હસ્તે બન્ને પ્રોજેક્ટનું ખાતમુહર્ત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube