ચેતન પટેલ/સુરત :તક્ષશિલા અગ્નિકાંડ (takshashila Fire) નો એ ગોઝારો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાયા હતા. ત્યારે આ કેસ મુદ્દે હાઇકોર્ટે (gujarat highcourt) ચુકાદો આપ્યો હતો. કોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. સાથે જ તેને 35 લાખનું વળતર 4 મહિનામાં મૃતકોના વાલીઓને આપવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ કેસના 14 આરોપીમાંથી 12 ને જામીન મળ્યા છે. જોકે, ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેંકરિયા હજુ જેલમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરતના તક્ષશિલા અગ્નિકાંડ (surat fire) 22 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા હતા. સુરત પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે અગ્નિકાંડ કેસના ચુકાદામાં હાઈકોર્ટે બિલ્ડર હરસુખ વેંકરિયાને જામીન આપ્યા છે, જે 26 મે, 2019 થી જેલમાં હતો. સાથે જ આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. 



સુરતમાં  દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. 24મી મે, વર્ષ 2019... સમય સાંજના 4 કલાક આસપાસ... વાત છે સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની... આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા... એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી. સાંજે ચાર વાગ્યે આગ લાગવાની ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા. આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.