સુરત: શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારો તથા ખાણીપીણીની જગ્યાઓ પર લોકોનાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ચુકી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનીની દુકાન આજથી 3 તબક્કામાં ચા અને પાનની દુકાન બંધ કરાશે. સેન્ટ્રલ ઝોનમાં ચા અને પાનની દુકાનો આજથી બંધ કરાશે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતનાં વિસ્તારમાં ચા અને પાનની દુકાનો પર તપાસ કરાશે. 

તંત્ર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરાત કરાયા બાદ કર્ફ્યૂ દરમિયાન જાહેર રસ્તાઓ પર કારણ વગર ફરી રહેલા લોકો પર કડક કાર્યવાહી કરાશે. આ સાથે સુરત પાલિકા દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક નહી પહેરનારા લોકો પર કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. આ સાથે ટેસ્ટિંગ વધારવા અંગે પણ તાકીદ કરાઇ છે. ડોર ટુ ડોર સર્વે તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube