Surat News : સુરતના પુણા વિસ્તારમાં મહિલા શિક્ષકે બાળકીને ઢોર માર માર્યો હતો. શિક્ષકે નાનકડી બાળકીને એક બાદ એક એમ કુલ 35 જેટલાં ધબ્બા માર્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શિક્ષકે એટલા જોરથી માર માર્યો કે, બાળકીના શરીર પર માર મારવાના નિશાન પડ્યા હતા. બાળકીના શરીર પર નિશાન જોતાં માતા-પિતા રોષે ભરાયા હતા. માતા-પિતાએ આ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તો સુરતમાં બાળકીને માર મારવાની ઘટના અંગે  શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ઘટના ચલાવી નહીં લેવાય. આ બાદ શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી સસ્પેન્ડ કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાંથી એક એવા સીસીટીવી સામે આવ્યા છે, જેને જોઈને તમારું લોહી ઉકળી જશે. આ મુદ્દો બહુ જ સેન્ટીસિટીવ બની રહ્યો. મહિલા શિક્ષક એક બાળકી પર એટલી ગુસ્સે બની કે, તેણે ભણાવતા સમયે નિર્દયતાથી બાળકીને માર માર્યો હતો. ડાકણ પણ ન કરે તેવુ કૃત્ય આ મહિલા શિક્ષકે કર્યું છે. સુરતમાં એક મહિલા શિક્ષકે બાળકીને ભણવતા સમયે તેને ઉપરાઉપરી 35 જેટલા ધબ્બા પીઠ પર માર્યા હતા. 


મોરબી દુર્ઘટના માટે જયસુખ પટેલ જવાબદાર : SIT રિપોર્ટમાં થયા આવા અસંખ્ય મસમોટા ખુલાસા


 


અમેરિકામાં પાટીદાર યુવકના સ્ટોરમાં લૂંટ, 6 મહિનામાં બીજીવાર લૂંટારુંઓનો હુમલો


આવી ઘટના પર કડક પગલા લેવાશે - શિક્ષણમંત્રી
શાળામાં શિક્ષિકા દ્વારા શિક્ષક દ્વારા માર મારવાની ઘટના ઉપર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. આ મામલામા કાર્યવાહી થશે. શાળા પર કઇ રીતે કાર્યવાહી કરવી કે કેમ તે અંગે વિચારી રહ્યા છીએ. જિલ્લા શિક્ષણાઅધિકારીને આદેશ આપ્યા છે, તેથી તેઓ શાળા પર પહોંચી ગયા છે. સાથે જ શિક્ષણમંત્રીએ ચેતવણી આપી કે, રાજ્યમાં કોઇ પણ શાળામા આવી ઘટના ન બનવી જોઇએ. જો આવી ઘટના થશે તો કડક પગલા લેવામા આવશે. બાળકો દેશનુ ભવિષ્ય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો : મજા લેવા યુવકનું કારસ્તાન