• આણંદમાં ડેટા એન્ટ્રીના કામના બહાને ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ 

  • સુરતથી ચાલતુ હતું આખુ નેટવર્ક, ચાર શખ્સોની ધરપકડ કરાઈ

  • જે તે વ્યક્તિને ફોન કરીને ડેટા એન્ટ્રી કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા


બુરહાન પઠાણ/આણંદ :આણંદના સાયબર ક્રાઈમ પોલીસે ડેટા એન્ટ્રીના નામે નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતી સુરતની ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડીને રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પકડાયેલા ચારેયના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જે દરમ્યાન કેટલીય ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે ખંભાતના શખ્સને લૂંટ્યો
એક તરફ બેન્કીંગ સેક્ટર ધીરેધીરે ઓનલાઈન થઈ રહ્યું છે અને હવે તો મોટાભાગના નાણાંકીય વ્યવહારો પણ ડિજીટલ માધ્યમથી થઈ રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઈમમાં પણ ઉછાળો આવ્યો છે. સાયબર ક્રિમીનલ દ્વારા નીતનવી સ્ટાઈલ અપનાવીને ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી છે. એક મહિના પહેલા જ ખંભાત કસારી ખાતે રહેતા મીહિરકુમાર મહેશભાઈ સુંદરકારના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા શખ્સે ડેટા એન્ટ્રીનું કામ કરવાની ઓફર આપી હતી. જેમાં તેમણે પોતાનો  યુઝરનેમ તેમજ પાસવર્ડ આપ્યો હતો. ત્યારબાદ આઈડી બ્લોક કરીને પેનલ્ટીના નામે જો નહીં ભરે તો કાયદાકીય પગલા ભરવામાં આવશે તેવી ધમકીઓ આપીને ગુગલ પે તેમજ યુપીઆઈઆરડી દ્વારા અલગ-અલગ સમયે 44 હજારથી વધુની રકમ અલગ-અલગ એકાઉન્ટમાં ઓનલાઈન પડાવી હતી.


આ પણ વાંચો : ખંભાતના રમખાણમાં મોટો ખુલાસો, જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા


સુરતથી ચાલતુ હતુ નેટવર્ક
ભોગ બનનાર ફરિયાદી મિહિરભાઈને પોતાનો  યુઝરઆઈડી અને પાસવર્ડ બ્લોક થઈ જતા પોતાની સાથે છેતરપીંડી થયાનું લાગ્યું હતુ. જેથી તેમણે આણંદના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મોબાઈલ નંબરના આધારે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેમાં સુરત ખાતેથી ઓપરેટ કરતી ગેંગના ચાર સભ્યો ૨૫ થી વધુ મોબાઈલ ફોન, અલગ-અલગ કંપનીના સીમકાર્ડ, કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.


આ પણ વાંચો : તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી


કેવી છે આરોપીઓને મોડસ ઓપરેન્ડી
આ શખ્સો અલગ-અલગ શહેરના કોર્ટના બનાવટી ઓર્ડર બનાવીને ભોગ બનનારને મેઈલ કરતા હતા. તેઓ દ્વારા મોટાભાગે ફ્રિલાન્સ વર્ક ઓફર કરતી એપ્સ પર મોટાભાગે જાહેરખબરો મુકતા હતા. તેઓ નોકરી આપતી વેબસાઈટ પરથી પૈસા આપીને ડેટા લઈ પછી અવાર-નવાર જે તે વ્યક્તિને ફોન કરીને ડેટા એન્ટ્રી કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા હતા.  


આ પણ વાંચો : 


પોતાની જ પાર્ટી માટે હાર્દિક પટેલે કહ્યું, નરેશ પટેલનું સન્માન ન કરીએ તો ચાલે, પણ અપમાન ન કરવું જોઈએ


સટોડિયા માટે દમણ બન્યું સ્વર્ગ, રાજકોટથી દમણ આવીને IPL પર સટ્ટો રમાડવા લાગ્યા