સુરતના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતા અને ટેમ્પોચાલક રાજેન્દ્ર પાટીલે પોતાના પરિચિત એવા લક્ષ્મીચંદ ગીરાશે અને જીતુ મોરેને 1.5 લાખ ઉછીના આપ્યા હતા. લોકડાઉન દરમ્યાન ટેમ્પોનો ધંધો ઠપ થઈ જતા મૃતકે ઉછીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.


પરંતુ બંને પરિચિતોએ માત્ર આશ્વાસન આપ્યું હતું, એક તબક્કે ચેક આપ્યા હતા, તે પણ રિટર્ન થતા રાજેન્દ્ર માનસિક તણાવમાં આવી ગયો હતો. મૃતકએ મિત્રને દોઢ લાખ રૂપિયા ચેક પણ બાઉન્સ થતા આર્થિક ભીંસમાં આવી જતા યુવકે આપઘાત કર્યો હતો. તેણે સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટનાના 5 મહિના બાદ આરોપી લક્ષ્ણણ ગિરસે પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.