તેજશ મોદી/સુરત :સુરત (Surat) ના ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) માં અનેક ફેક્ટરીઓ ધમધમે છે. આવામાં કેટલીય એવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં કર્મચારીઓના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થયેલ એક વીડિયો (Viral video) માં સુરતની એક ફેક્ટરીમાં કેવી રીતે કર્મચારી મશીનમાં ફસાય છે તે જોવા મળ્યું. જોકે, આ વીડિયો (Video) અત્યંત ચોંકાવનારો છે. પરંતુ આ ઘટનામાં કર્મચારીનો જીવ બચ્યો હતો.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો સુરતના આંજણા વિસ્તારનો હોવાની ચર્ચા છે. એક ફેક્ટરીમાં કર્મચારી પાવર લુમ્સના બીમ ભરી રહ્યો હતો, ત્યારે તેનું  ધ્યાન ન રહેતા બીમના દોરામાં તેનો હાથ વીંટાઈ ગયો હતો. જોતજોતામાં કર્મચારીઓનું આખુ શરીર મશીનમાં ખેંચાયું હતું, અને તેના શરીરમાં વીંટાઈ ગયો હતો. દોરાના મશીનમાં ફસાયેલ કર્મચારી મશીનમાં 3 વખત લપેટાયો હતો. ત્યારે તેણે બૂમાબૂમ કરતા અન્ય કામદારો તેની મદદે દોડી આવ્યા હતા. દોરા કાપી અન્ય કામદારે આ કર્મચારીનો જીવ બચાવ્યો હતો. આમ, કામદારનો જીવ બચતા સૌએ હાશકારો લીધો હતો. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેથી આ વીડિયો સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :