નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થકોએ અત્યારથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે સુરતના કાપડ વેપારીઓઓ દ્વારા અનોખો ઉપાય સોધી લેવામાં આવોય છે, તેઓ ચૂકવણી કરવામાં આવતા બીલ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપીને પ્રચાર કરી રહ્યા છે. તથા માલના પૈકિંગમાં વપરાતી પ્લાસ્ટિકની રીબીનમાં પણ મોદીનો ચૂંટણી પ્રચાક કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વું છે, કે સુરતના કપડાઓ ઉત્તર ભારત અને બંગાળથી લઇને દક્ષિણ ભારત સુધી લોકપ્રિય છે. આવી રીતે વેપારી તેમના મનપસંદ નેતાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીલ પર પીએમ મોદી
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi અનુસાર સુરતમાં બીજેપીના ધારાસભ્ય હર્ષ સંધવીએ ટ્વિટ કરીને આ અંગે મોદી પ્રચારની જાણકારી આપી છે. તેના ટ્વિટમાં તેમણે લખ્યું છે, કે ‘આ એકદમ સ્પષ્ટ છે, કે વેપારીઓની કેટલી ઇચ્છા છે, કે વડાપ્રધાન મોદીની 2019માં ફરી એક વાર સરકાર બને.’ હર્ષ સંધવી આ સાથે ફોટો બે ફોટા પણ પોસ્ટ કર્યા છે. જેમાં પહેલી તસવીર એક બીલનો ફોટો છે. જેમાં પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપવામાં આવી છે. અને ‘નમો અગેઇન’ લખવામાં આવ્યું છે. આ પરી ઇમપેક્સ નામની કંપનીનું બીલ છે. અને તેનું કુલ બીલની રકમ 1.06 લાખ રૂપિયા છે. આ બીલ પર સ્વચ્છ ભારત મિશનનો લોગો પણ છાપવામાં આવ્યો છે. 


 



 


માલના પેકિંગમાં મિશન 2019
બીજી તસવીર ડિલિવરી માટે પૈક કરવામાં આવેલા માલની છે. આ બડલને બાંધવામાં આવેલી પ્લાસ્ટિકની રીબીન પર પણ વોટ ફોર મોદીજી મિશન 2019 લખવામાં આવ્યું છે. સુરતના વેપારીઓનું કહેવું છે, કે અહિથી સમગ્ર દેશમાં માલ મોકલવામાં આવે છે. માટે તેઓ આ ટેકનિકથી તેમના વેપાર સાથે દેશમાં પીએમ મોદીનો પ્રચાર પણ કરી રહ્યા છે. પ્રચારની આવી ટેકનિક આત્યારે ચર્ચાનો વિષય બની છે. માનવામાં આવી રહ્યું છે, કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટીથી કાપડ વેપારીઓ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા છે. મહત્વનું છે, કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં બીજેપીએ જોરદાર જીત મેળવી હતી. 


બીજેપી સમર્થકો લોકસભાની ચૂંચણી પ્રચાર માચે અવનવી ટેકનિકો ઉત્પન્ન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા બીજેપી નેતા અનુરાગ ઠાકુર ‘નમો અગેન’ હુડ્ડી ટીશર્ટ પહેરીને સંસદમાં પહોચ્યા હતા. અને કારની પાછળ પણ નમો અગેઇનનું સ્ચીકર લગાવીને પીએમ મોદીના પક્ષમાં હોવાનો માહોલ બનાવ્યો હતો.