સુરત : શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ દ્વારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં ગુનેગારોને ડામવા માટે ઠેર ઠેર કેમેરા મુકવામાં આવ્યા હતા. જો કે ચોરને ડામવા મુકાયેલા કેમેરા જ ચોર ચોરી ગયા હતા. જેના કારણે સુરત પોલીસનો ભારે ફજેતો થયો હતો. હવે ચોર ખુલ્લી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે. અહીં દેશનાં દરેક ખુણેથી લોકો રોજી રોટી રળવા માટે આવતા હોય છે. જો કે, અહીં ગુનાખોરીનો ગ્રાફ પણ સતત વધતો જઇ રહ્યો છે. ગુનાખોરી ડામવા માટે શહેરમાં બની રહેલા ગુના અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા કમાન એન્ડ કન્ટ્રોલ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક પાથરવામાં આવ્યું છે. જેથી પોલીસ શહેર પર સતત નજર રાખી રહ્યું છે.


ચોરી લૂંટ જેવા ગુનામાં આ કેમેરા દ્વારા પોલીસ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ મળતી રહે છે. ત્યારે કેમેરા ગુનેગારો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. સુરતના છેવાડે આવેલા નવા ગામ ખાતે શાકમાર્કેટ ખાતે આવેલી એક પોળ પર ગોઠવાયેલા કેમેરાની જ તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. જેના કારણે હવે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube