તેજશ મોદી/સુરત: વરાછા વિસ્તારમાં પુત્રને લગ્ન માટે કન્યા બતાવવાનું જણાવી એક વૃદ્ધને લૂંટી લેવાના ઇરાદે ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધની લાશ પાસોદરા ગામની સિમમાં ફેંકી દેવામાં આવી હતી. 10 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વરાછા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસના સકંજામાં આવેલો આરોપી લૂંટ બાદ હત્યાના આરોપી છે. રૂપિયા માટે વૃદ્ધની હત્યા કરી નાખી હતી. વરાછા વિસ્તારમાં 10 દિવસ અગાઉ ગૂમ થયેલા વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુરત પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરતાં હત્યા સુધી મામલો પોહચી ગયા હતા. 65 વર્ષિય ગુણવંત કરકર ગત 15મી ઓગસ્ટથી ગૂમ થઈ ગયા હતાં. જેથી પોલીસમાં તેમના પરિવારજનોએ ગૂમ થયાની અરજી આપી હતી.


અમદાવાદ: ઇસનપુરમાં સામાન્ય તકરારમાં જાહેરમાં યુવકને જીવતો સળગાવ્યો


આ અંગે પોલીસે તપાસ આદરીને બે યુવકોને ઝડપી લીધા હતાં. જેમાં તેમણે રૂપિયાની લૂંટના ઈરાદે હત્યા કરી હતી. જો કે વૃધ્ધ પાસેથી ખાસ કંઈ રૂપિયા મળ્યાં નહોતાં. બાદમાં વૃધ્ધના મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો. વરાછા પોલીસ અને મૃતક ગુણવંત ભાઈના સગાઓના જણાવ્યા અનુસાર હત્યા કરાયેલા ગુણવંત ભાઈના પત્નીનું અવસાન થયા બાદ તેઓ સુરતમાં પુત્રોની સાથે રહેતા હતા.


રાજકોટ: પિયરમાં ગયેલી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં કરી હત્યા


એક પુત્રના લગ્ન બાકી હતા અને આ વાત તેમને કાપોદ્રા વિસ્તારમાં જ્યાં તેમની બેઠક હતી. ત્યાં કેટલાક લોકોને કરી હતી. આ સમયે ત્યાં બેસી રહેતા શૈલેષ સોલંકી અને હિંમત ચુડાસમાએ સાંભળી લીધી હતી. આથી ગુણવંતભાઈ પાસેથી રૂપિયા મળી રહેશે એવી લાલચ જાગી હતી. બંને આરોપીઓએ ગુણવંતભાઈને પાસોદરામાં પોતાના કુટુંબમાં છોકરી હોવાની વાત કરી પાસોદરા લઈ ગયા હતા. શેરડીના ખેતરમાં શૈલેષ અને હિમતે ગુણવંતભાઈને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતા. પરંતુ ગુણવંત ભાઈ પાસેથી કોઈ મોટી રકમ મળી નહતી, આરોપી શૈલેષ ગુણવંત ભાઈની હત્યા કરી ભાવનગર પોતાના વતન નાસી ગયો હતો.


જુઓ LIVE TV :