સુરત : શહેરમાં અભિનેતા બનવા માટે મુંબઇ ગયેલા પતિની આર્થિક મદદ માટે પુત્રવધુએ સાડાત્રણ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે લોકડાઉન દરમિયાન નોકરી વિહોણી બનેલી પત્નીને પતિએ જ નોટિસ મોકલ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિની મદદ માટે પુત્રવધુએ સસા પાસેથી મદદ લીધી હતી. નર્મદા જિલ્લાના સેલંબા ગામે 29 વર્ષીય સોનલ પોદારના લગ્ન જુલાઇ 17માં સચિનના લક્ષ્મીવિલા ટાઉનશિપમાં રહેતા અને વૈસુમાં ડાન્સ ક્લાસ ચલાવતા ક્રિષ્લા દત્ત તિવારી સાથે થયા હતા. જો કે લગ્ન બાદ ડાન્સ ક્લાસ સારા નહી ચાલતા હોવાનાં કારણે કારણે એક્ટર બનવા માટે મુંબઇ ગયો હતો. જો કે સ્ટ્રગલીંગ દરમિયાન ક્રિષ્લાને તેની પત્નીએ મદદ મોકલી હતી. આ નાણા તેણે પોતાનાં સસરા શિવદત્ત પાસેથી લીધા હતા. 



જો કે સસરાએ નાણા પુત્રવધુએ જ ચુકવવાનાં રહેશે તેવી શરતા પૈસા આપ્યા હતા. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હોવાથી સોનલે અમદાવાદમાં નોકરી શરૂ કરી હતી. સસરાને રૂપિયા ચુકવવાનુ શરૂ કર્યું હતું. જો કે લોકડાઉનમાં નોકરી છુટી ગઇ હતી. જ્યારે પતિ પણ પરત આવી ગયો હતો. લોકડાઉન દરમિયાન બંન્ને વચ્ચે ખટરાગ થયો હતો. જેથી યુવતી પિયર પરત આવી ગઇ હતી. જેથી યુવતીને પરેશાન કરવા સસરાએ નાણા પરત કરવા નોટિસ મોકલી હતી. જેના પગલે આખરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube