ચેતન પટેલ/સુરત : કોરોના કાળમા તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ડાયમંડ ઉધોગમાં પણ તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મંદીના કારણે રત્નકલાકારોને પણ છૂટા કરવાની નોબત આવી રહી હતી. જો કે જેમ-જેમ પરિસ્થિતિ સુધારો જોવા મળી રહે છે, ત્યાર બાદ ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો પાસેથી ઓવર ટાઈમ પણ કરાવવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન


કોરોનાની પહેલી લહેરમાં ડાયમંડ, કાપડ સહિતના તમામ ઉદ્યોગોમાં મદીનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની તો વાત કરીએ તો રત્નકલાકારોને છૂટા કરવાની નોબત આવી રહી છે. જોકે ત્યારબાદ જેમ જેમ સમય આગળ વધતો ગયો પરિસ્થિતિમાં સુધારો પણ આવ્યો હતો. એક તબક્કે તો ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે જે રીતે ટ્રેડ વોર ચાલી રહ્યો છે. જેને કારણે ભારતમાં ડાયમંડની માંગ વધી છે. 


Banaskantha: સહકારી ક્ષેત્રમાં પણ મહિલાઓ અગ્રેસર, મહિલા પેનલે પણ બાંયો ચઢાવી


ખાસ કરીને ડિસેમ્બરમાં ક્રિસમસનો તહેવાર હોય છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. હાલ તમામ હીરા કારખાના દ્વારા રત્ન કલાકારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમની રવિવારની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. જે રીતે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે હીરા ઉદ્યોગકારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube