સુરત : સુરત મનપા અને સુરતના મેયર ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. એક તરફ મનપા પોતાની ખાલી તિજોરી ભરવા માટે એક પછી એક સરકારી પ્લોટ મંદી હોવા છતા પણ વેચવા માટે કાઢ્યા છે. બીજી તરફ મેયરે મુખ્યમંત્રીના બંગલાને પણ ટક્કર મારે તેવો સુખ સુવિધા ધરાવતો બંગલો તૈયાર કરાવ્યો છે. આ બંગ્લો 2017માં તૈયાર કરવા માટેનું મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017 બાદ સતત મનપાની તીજોરીમાં આવક ઘટી રહી છે. તિજોરીઓ તળીયા જાકટ થઇ રહી છે. ત્યારે મેયરનો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ બંગલો ઉડીને આંખે વળગે તેવો છે. મેયર 2 દિવસ પહેલા ગુપચુપ રીતે કુંભઘડો મુકીને ત્યાં રહેવા પણ જતા રહ્યા છે. ઉધના મગદલ્લા રોડ પર ભટાર નજીક 5983 ચોરસમીટરમાં વૈભવી બંગલો બનાવવામાં આવ્યો છે.


આ બંગ્લામાં જેવી સુવિધાઓ છે તેવી સુવિધાઓ મંત્રીઓના નિવાસ સ્થાને પણ નથી. મેયરના બંગલાના ઇન્ટિરિયર પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંગ્લોના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેટ નજીક સિક્યુરિટી કેબિન, ત્યાર બાદ સર્વન્ટ ક્વાર્ટર પ્રાઇવેટ ઝોનમાં લિવિંગ રૂમ, ફોર્મલ ડાઇનિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મેડિટેશન રૂમ પણ બનાવાયો છે. 


પ્રથમ માળે 3 બેડરૂમ, 1 માસ્ટર બેડરૂમ પણ બનાવાયો છે. આ ઉપરાંત મેયરનાં બંગ્લા બહાર 5 સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગ્લામાં ટેરેસ ગાર્ડનથી માંડીને અનેક અત્યાધુનિક અને વૈભવી સુવિધાઓ કરવામાં આવી છે. જે જોઇને કદાચ કોઇ નાના મોટા મંત્રી પણ શરમાઇ જાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube