સુરતઃ સુરતથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓથી ભરેલી ઇકો કાર અકસ્માતનો શિકાર બની છે. સુરતના ઇસનપુર ગામની હદમાં આ અકસ્માત સર્જાયો છે. કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતા વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. માલિબા કોલેજથી પરત માંડવી જતી વખતે ખરસવા ઇસનપુર માર્ગ પર ઝાડ સાથે ઈકો કાર અથડાતા આ અકસ્માત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત
સુરતની માલિબા કોલેજથી માંડવી જતી વખતે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાં પારસ શાહ (રહે નવાપરા, માંડવી), જય અમરચંદ શાહ (કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (મહુવા) ના મૃત્યુ થયા છે. 


આ અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તનસિક પારેખ, મનશ્વી મેરૂલીયા, સુમિત માધવાણી, હેત્વી પારેખ નામના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube