ચેતન પટેલ/સુરત: રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફફર ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. સમગ્ર ભારતમાં 140 રેક પ્રથમ ફેઝમાં જ્યારે બીજા ફેઝમાં 500 રેક બનાવવામાં આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા 20 રેક પૈકી 6 રેક મુંબઈ ડિવિઝનમાં તૈયાર કરવામાં આવનાર છે..જેમાંથી પહેલું રેક સુરત કોચ સેન્ટરમાં તૈયાર થઈ ચૂક્યું છે..જેને સુરત મુઝફ્ફર ટ્રેનમાં જોડવામાં આવનાર છે રેકને મોડીફાઇડ કરવા પાછળ 60 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે તો ચાલો અમે તમને આ કોચની શુ વિશેષતા છે જાણી નીચે મુજબ.


અપગ્રેટેડ રેકની વિશેષતા


  • કોચને બહારથી પીળા અને ભૂરા-લાલ રંગથી રંગવામાં આવ્યો છે.

  • કોચમાં પ્રકાશ વધારે પડે એના માટે એનર્જી સક્ષમ એલઇડી લાઈટ લગાવવામાં આવી છે.

  • સંપૂર્ણ કોચ એસી રહેશે.

  • કોચમા બાયોટોયલેટ મુકવામા આવ્યુ છે.

  • ટોયલેટમા ગંદકી થશે તો એક બટન દબાવવાથી ગંદકી દુર થઇ જશે.

  • ટોયલેટની અંદર પહેલીવાર ડસ્ટબીન મુકવામા આવ્યા.

  • કોચની અંદરની વોલ પર વિવિધ પ્રકારની વોલ તૈયાર કરવામા આવી છે.

  • બાયોટોયલેટમા પ્રવેશવાની સાથે જ સ્વચ્છતા રાખવાનો સંદેશ આપવામા આવશે.

  • ટોયલેટમા દુર્ગઘ નહિ આવે તે માટે ઓટોમેટિક ફીનાઇલ સપ્રે તથા એકઝોસ્ટર ફેનની સુવિધા.

  • પાણીની બચત થાય તેવા અત્યાધુનિક શૉચાલયો બનાવવામાં આવ્યા છે.

  • રાત્રીના સમયે સીટની ઓળખ થાય તે માટે સીટ નંબર ચમકે તેવા મુકવામાં આવ્યા છે.