સુરતથી ઘોઘા-પીપાવાવ સુધીની રોરો ફેરી થશે શરૂ, ટ્રીપમાં પણ થશે વધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના સમાન દહેજ અને ઘોધા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી અનેક વખત અટવાઈ હતી, જોકે ત્યાર બાદ પણ હાલમાં રો-રો ફેરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતથી દહેજ સુધી અને ધોધાથી ભાવનગર અંગે તેની આગળના શહેરોના લોકો રો રો ફેરીની સુવિધા મેળવે તે માટે બસ સેવા શરુ કરવામાં આવી છે.
તેજશ મોદી/સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના સમાન દહેજ અને ઘોધા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી અનેક વખત અટવાઈ હતી, જોકે ત્યાર બાદ પણ હાલમાં રો-રો ફેરી ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુરતથી દહેજ સુધી અને ધોધાથી ભાવનગર અંગે તેની આગળના શહેરોના લોકો રો રો ફેરીની સુવિધા મેળવે તે માટે બસ સેવા શરુ કરવામાં આવી છે.
પહેલી ફેબ્રુઆરીથી આ સેવા સુરત થી શરૂ કરી દેવામાં આવશે. હાલમાં મુસાફરો ઓછા હોવાથી દહેજ ઘોઘા વચ્ચે બે - બે ટ્રીપ મારવામાં આવે છે, જોકે મુસાફરોની સંખ્યા વધતા ચાર ટ્રીપ ફેરવવામાં આવશે તેવું રો રો ફેરી શરુ કરનારા ડેટોકસ ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું હતું, તો આગામી દિવસોમાં સુરતના હજીરા થી સીધી ઘોઘા અને સુરતથી પીપાવાવ સુધીની રોરો ફેરી શરુ કરવાની તૈયારી શરુ કરી છે.
જામનગરમાં TATની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ
સુરતમાંથી પણ બે ટ્રીપ મારવામાં આવશે, અઢી કલાકમાં સુરત થી જહાજ ઘોઘા પહોંચશે. સુરતથી માત્ર પેસેન્જર શીપ જ શરુ કરવામાં આવશે, આ જહાજ 150 બેઠક વ્યવસ્થા વાળી હશે. આ જાહેરાત સમયે હાજર આરોગ્ય રાજ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ખુશી વ્યક્ત કરી હતી.