તેજશ મોદી/સુરત: છેલ્લા અનેક વર્ષોથી સુરતના કાપડ બજારમાં બોગસ વેપારીનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈ આવા ચીટરો સામે વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે બોગસ અને ચીટર વેપારીને રોકવા સુરતના જુદાજુદા વેપારી સંગઠનો ,અને વેપારીઓ મળી મિટિંગ કરી હતી. જેમાં માર્કેટમાં અનેક વેપારી સાથે ચીટિંગ કરનાર બોગસ વેપારીનો ભોગ બનનાર વેપારી પણ ઉપસ્થિત રહયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોગસ વેપારી છેતરપીંડી કર્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે છે અને ફરી જામીન પર છૂટી માર્કેટ ફરી કરોડોની છેતરપિંડી કરી રહયા છે. જેમાં અનેક વેપારીઓ અટવાઈ જતા હોવાથી આજે મિટિંગ કરી આવા વેપારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.


કોરીકટ સરસ્વતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ હરખાયા, પૂજા કરીને વધામણા કર્યાં


સુરત માર્કેટમાં ફરી રહેવા બોગસ વેપારીઓના ત્રાસથી  સરકાર અને પોલીસ પાસે આવા બોગસ વેપારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સાથે તેમને કોર્ટ માંથી જામીન ન મળે તે પ્રકારની કલમ લગાવાની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ પ્રકારના વેપારીઓ પર સખતને સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સુરત માર્કેના કાપડ વેપારીઓએ જણાવ્યું હતું.


જુઓ LIVE TV :