ચેતન પટેલ, રવિ અગ્રવાલ, હિતલ પારેખ: દેશભરમાં વિવિધ 14 માંગણીઓને લઈ કામદાર યુનિયન હડતાળ પર ઉતર્યા છે. કામદાર યુનિયન એ સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્યારે વડોદરામાં પણ કામદારોએ યુનિયનને ટેકો આપી એક દિવસની હડતાળ પાડી છે. વડોદરામાં ગાંધીનગર ગૃહથી કલેકટર કચેરી સુધી કામદાર યુનિયનની વિશાળ રેલી નીકળી યોજાઇ હતી. હજારોની સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટર બેનર સાથે કામદારોએ રેલી કાઢી હતી. આ ઉપરાંત હમારી માંગે પૂરી કરો જેવા નારા લગાવી રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કામદાર યુનિયનના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર પાસે પોતાની માંગો પૂરી કરવા રજૂઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામદાર યુનિયનની રેલીમાં રાષ્ટ્રીય કૃત બેંક કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ સામે અને 12 મુદ્દાની છે માંગને લઇને કામદારો વિરોધ અને હડતાળ કરી રહ્યા છે. કામદારોને માસિક પગાર 21 હજાર, કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જેવી છે માંગો ને લઈ છેલ્લા ઘણા દિવસોથી કામદાર યુનિયન સરકાર સામે વિરોધ અને રજૂઆત કરી રહ્યું છે. ત્યારે જો સરકાર માંગ નહિ સ્વીકારે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની યુનિયને ચીમકી ઉચ્ચારી છે.

કેન્દ્ર સરકાર સમક્ષ મજૂર વિરોધી, નાગરિક વિરોધી, રાષ્ટ્ર વિરોધી નીતિયોને પરત લેવાની માગને સંદર્ભે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આજે રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. ત્યારે સુરતના મક્કાઈ પુલ નજીક સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે કામદાર સંગઠનો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં યુનિયનના સભ્યો જોડાયા હતા.


મર્જર સુધારા કાનૂન અને એનપીએમાં કાર્યવાહીના મુદ્દે આજે મજુર યુનિયન હડતાળ પર છે. સુરતના નાનપુરા ખાતે સુરતના તમામ મજુર સંગઠન જોડાયા હતા. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ, બેંકો ના ખાનગીકરણ સામે, રેલ્વે એલ.આઇ.સી વગેરે કેન્દ્રીય કામદાર સંગઠનો અને ફેડરેશન દ્વારા એક દિવસની પ્રતીક હડતાળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની નેશનલાઈઝ બેન્કના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. શહેરમાં લેબર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ઇનટુક,આઈટુક,સીટુ વગેરે સંગઠનો જોડાયા હતા.


કેન્દ્ર સરકાર દ્વારા 42 મજુર કાયદા સામે ફક્ત નવા ચાર કાયદા લાવવા સામે વિરોધ છે.લઘુતમ વેતન ધારો, બોનસ ધારો, ઈએસઆઈ અને પીએફ ધારો ખતરામાં પડી જવાની ભીતિ તમામ ને સેવાઇ રહી છે. નવા કાયદા મુજબ નોકરીઓની સલામતી જોખમાવાની ભીતિ કર્મચારીઓમાં છે. બેન્કિંગ સુધારા કાનૂન તેમજ બેંકોના મર્જર સહિતના કાયદા, એનપીએમાં સંખ્ય કાર્યવાહીની માગણી જેવા મુદ્દે વિરોધ કરાયો હતો. હડતાળથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ખાનગી બેંકો તથા સહકારી ક્ષેત્રની બેંકો અળગા રહ્યા હતા. નેશનલાઈઝ બેન્કોની હડતાળના પગલે મંગળવાર અને બુધવારના ક્લિયરિંગ ખોરવાઇ ગયા છે. જેથી ક્લિયરિંગ સીધા શુક્રવારના રોજ થશે. કરોડોના ક્લિયરિંગ ખોરવાતા વેપારીઓ સહિત બેંક ખાતેદારો ને હાલાકી ભોગવી પડી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube