તેજસ મોદી, સુરત: સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરતના કામરેજમાં પ્રેમિકા સાથે અફેર હોવાના વહેમમાં યુવાનની હત્યા


સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા I FOLLOW મુહિમ શરૂ કરવામાં આવી છે. કોરોનાના કહેર અને લોકડાઉન જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે. એક બાજુ કોરોના કહેરને લઇ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે કોરોના કહેરથી ધંધા રોજગાર બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ પર અસર જોવા મળી રહી છે. એવામાં આ પરિસ્થિતિ વચ્ચે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવતો હતો.


આ પણ વાંચો:- સુરતમાં હીરા-કાપડ ઉદ્યોગ નવી ગાઈડલાઈન સાથે ખૂલશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય


સુરતની જનતાને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફકારવામાં આવતા લોકો આક્રોશીત થતા હતા. લોકડાઉન વચ્ચે રોજ સુરતીઓ પાસેથી દરરોજ સરેરાશ 10 લાખ દંડ પેટે વસુલ કરવામાં આવતો હતો. જેને લઇ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરોનાના કહેર અને I FOLLOW મુહિમ અંતર્ગત લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોઇ અને તેને વધુ અસર ન પડે તેથી દંડ નહિ વસુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube