Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના અમરોલી અંજલિ ઇન્ડસ્ટ્રી પાસે ટ્રીપલ મર્ડરની બનતા પોલીસ દોડતી થઈ હતી. અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલના કારખાના કારીગરોએ પિતા-પુત્ર અને મામાની હત્યા કરી છે. નોકરીમાંથી તગેડી મૂકતા હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્રણ લોકોના મોત થતાં પોલીસ દોડતી થઈ હતી. અમરોલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ તેના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત અમરોલી ટ્રિપલ મર્ડર હત્યા મામલાથી અમરોલી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની હતી. કારીગરો અને કારખાનાના માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના બાદ કારીગરે મળતીયાઓને બોલાવી કારખાનાના માલિક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. કારીગરે ચપ્પુથી કારખાનાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો. મારામારીમાં વચ્ચે માલિકના મામા બચાવવા જતા તે પણ ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમ્યાન ત્રણેયના મોત નિપજ્યાં છે. આ ઘટના બાદ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા થયા હતા. સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં, જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી આપી છે.


આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકીયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાના મોત થયા છે. અમરોલી ટ્રિપલ હત્યા મામલામાં કારખાનેદાર કારીગરને મારતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. કારખાનેદાર કારીગરને પાઇપ વડે માર માર્યો હોવાનો દ્રશ્ય સીસીટીવી કેદ થયા છે. હત્યારાને જ કારખાનેદાર માર મારતો સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે.