સુરત : ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ બેકાબુ થયેલા કોરોનાને રાત્રી કર્ફ્યૂના કારણે કોરનાના કેસ ધીરે ધીરે કાબુમાં આવવા લાગ્યા હતા. ગુજરાતમાં એક સ્થિતી એવી આવી ગઇ હતી કે, કોરોનાનાં આંકડા સમગ્ર ગુજરાતમાં ઘટી ગયા હતા. અનેક જિલ્લાઓમાં તો કેસ જ નહોતા આવતા. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે. કોરોના ફરી એકવાર વકરવા લાગતા સરકાર પણ દોડતી થઇ ગઇ છે. કોરોનાની સ્થિતી ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક બને તેવી શક્યતાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat: દરેક જિલ્લામાં ડાયાલિસિસની સગવડ નજીવા દરે મળશે, IKDRC એ તૈયાર કર્યો અનોખો પ્રોજેક્ટ


જો કે કોરોનાની ચિંતા વચ્ચે સુરતમાંથી બ્રિટન સ્ટ્રેનનાં બે કેસ મળી આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. એક સાથે બે કેસ બ્રિટન સ્ટ્રેનનાં મળી આવ્યા છે. જેના પગલે સુરત પાલિકા દ્વારા આ લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ બંન્ને દર્દીઓની વિશેષ સારવાર માટે પણ ડોક્ટર્સ દ્વારા નિષ્ણાંતોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને અન્ય કોરોના દર્દીઓથી અલગ જ વોર્ડમાં રાખીને સારવાર કરવામાં આવે તેવી વ્યવસ્થા તંત્રએ કરી છે. 


Gujarat : દાંડીયાત્રા બનશે ગ્લોબલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત અનેક મંત્રીઓ આપશે હાજરી


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં નવા બે સ્ટ્રેન આવ્યા છે. જે પૈકી બ્રિટનનો સ્ટ્રેન વધારે ઘાતક છે. આ સ્ટ્રેન દેશમાં ન ફેલાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. વિદેશથી આવી રહેલા લોકોનાં સ્ક્રિનિંગથી માંડીને ટેસ્ટિંગ સહિતની કામગીરી એરપોર્ટ પર જ કરવામાં આવતી હતી. જો કે હવે સુરતમાંથી આ કેસ મળી આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે જે બંન્ને વ્યક્તિને આ સ્ટ્રેનનો કોરોના મળી આવ્યો છે. તે લોકો અનેક લોકોના સંપર્કમાં આવી ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube