સુરત : સુરતમાં મોડી રાત્રે ખુબ જ કરૂણ ઘટના બની હતી. ઉધના વિસ્તારના એક જર્જરિત મકાનનો સ્લેબ તુટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઇ જવાનાં કારણે બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે તેના માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોનાં પરિવાર પર સ્લેબ પડ્યાની ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તમામને રેસક્યું કરીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેના માતા પિતાની તબિયત સ્થિર છે. જ્યારે અન્ય બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ કોરોના સામે જજુમી રહેલા સુરતમાં વધારે એક દુખદ ઘટના બની છે. ઉધના વિસ્તારમાં આવેલા અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેના કારણે સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ અને તંત્ર પણ મોડી રાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર સાથે રહેતા હતા. નરેશ ગોલીવાડનાં ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં મોડી રાત્રે લગભગ રાત્રીના પોણાબાર વાગ્યે ધડાકાભેર સ્લેબ ધરાશાઇ થયો હતો. 


જો કે જોરદાર અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા હતા. ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે તત્કાલ રેસક્યું શરૂ કર્યું હતુ. કાટમાળ નીચે દટાયેલા ચાર વ્યક્તિઓને બહાર કાઢી અને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે આ ઘટનામાં જમીન પર સુતેલા બે માસુમ બાળકોનાં દુખદ મોત નિપજ્યાં હતા. જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube