Surat News સુરત : ગુજરાતમાં હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને સુરત હાર્ટએટેકનું સેન્ટર બન્યું છે. અહી રોજ કોઈને કોઈના મોત થઈ રહ્યાં છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, હાર્ટએટેકથી મોત પામનારા લોકો ઓછી ઉંમરના છે. સુરતમાં હાર્ટ અટેકથી મોતની ઘટના યથાવત છે. સુરતમાં એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. સુરતના ખોડિયાર નગરમાં 18 વર્ષીય કમલેશ નામના યુવકનું યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતું. તો સાથે જ ખોડીયાર નગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાન નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ખોડિયાર નગરમાં રહેતા 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. કમલેશ નામના યુવકને વહેલી સવારે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. કમલેશ બેભાન થઈ જતા તેને પરિવારના સદસ્યો દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કમલેશને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. ત્યારે કમલેશનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોખમાં ગરકાવ થયો છે. સુરત પોલીસે કમલેશના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મૃતક યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે


તો બીજી તરફ, ખોડિયાર નગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાનનું વહેલી સવારે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. નઝીફભાઈને સાંજે છાતીના ભાગે દુખાવો થયો હતો. રાત્રે ઊંઘ્યા બાદ સવારે તેઓ ઊંઘમાંથી જાગ્યા જ ન હતા. તેથી પરિવારના સદસ્યો દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરજ  પરના હાજર તબીબોએ નઝીફને મૃત જાહેર કર્યા હતા. નઝીફભાઈને પણ કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. 


ભાજપી નેતાને બંદૂક ચલાવવાનો ખુલ્લો પરવાનો? રાજકોટના ભાજપ મંત્રીએ જાહેરમા કર્યા ભડાકા


વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 


વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પોલ ખૂલી, 35 ટિકિટ વેચી હોવાનો ખુલાસો


વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.