JEE Advanced 2023 Results: બે સુરતીએ ગુજરાતનું નામ રોશન કર્યું, JEE એડવાન્સમાં થયા ટોપર
JEE Advanced Result 2023 : સુરતના જાતસ્ય જરીવાલાએ આઈઆઈટી જેઈઈ એડવાન્સમાં ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવી... જેઈઈ એડવાન્સના પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓ ટોપર થયા
Surat Topper પ્રશાંત ઢીવરે/સુરત : સુરતીઓ માટે ફરી એકવાર ગૌરવની ક્ષણ છે. આઈઆઈટી જેઈઈ એડવાન્સનું ગઈકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવી ગુજરાતમાં પહેલો ક્રમ હાંસિલ કર્યો છે. આ ઉપરાંત તેજસ ચૌધરીએ ઓલ ઈન્ડિયા રેન્ક 211 મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે
સુરતના બે વિદ્યાર્થીઓ ટોપર
ગઈકાલે દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતના ખાનગી ઇન્સ્ટિટ્યૂટના જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવી ગુજરાતમાં પેહલા ક્રમે આવીને પરિવાર અને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત તેજસ ચૌધરીએ ઓલ ઈન્ડિયા રેન્ક 211 મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે. જાતસ્ય જરીવાલાએ સાથે આઈઆઈટી મુંબઈ ઝોનમાં ઝોનલ રેન્ક 4 મેળવ્યો છે.
કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું : આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો
આ બાબતે જાતસ્ય જરીવાલાએ જણાવ્યું કે, JEE એડવાન્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મારો ઓલ ઇન્ડિયામાં 24મો રેન્ક મેળવ્યો છે. હું ગુજરાતમાં પહેલા ક્રમે આવ્ય છું તેનો મને આનંદ છે. આ ઉપરાંત આઈઆઈટી મુંબઈ ઝોનમાં ઝોનલ રેન્ક 4 મેળવ્યો છે. આ પરિણામ પાછળ હું મારાં ઈન્સ્ટિટ્યૂટ તમામ શિક્ષકોનો આભાર માનું છું કે તેઓએ મને યોગ માર્ગદર્શન આપ્યું. હું ખૂ જ આનંદ અનુભવી રહ્યો છું. જે પ્રકારે તૈયારીઓ કરાવામાં આવતી હતી છેલ્લા ત્રણ મહિના તો અમે 6 કલાક અભ્યાસમાં આપતાં હતા. મારે હવે આગળ આઈઆઈટી મુંબઈ કમ્પ્યુટર સાયન્સમાં જવાની ઈચ્છા છે.
હવે IELTS વગર પણ કેનેડા જઇ શકાય છે, કેનેડા સરકારે આ ટેસ્ટને આપી મંજૂરી
આ બાબતે ઈન્સ્ટિટ્યૂટ હેડ નેહચલ સિંહ હંસપાલે જણાવ્યું કે, JEE એડવાન્સ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમારા ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સતત બીજા વર્ષે ગુજરાતમાં પહેલા ક્રમે આવ્યો છે. જાતસ્ય જરીવાલાએ ઓલ ઇન્ડિયામાં 24 રેન્ક મેળવ્યો છે. તેમની સાથે આઈઆઈટી મુંબઈ ઝોનમાં ઝોનલ રેન્ક 4 મેળવ્યો છે. તે ઉપરાંત અમારા ઈન્સ્ટિટ્યૂટ અન્ય 5 વિદ્યાર્થીઓએ ટોપ 50 માં સ્થાન મેળવ્યું છે. 100માં 12 વિદ્યાર્થીઓએ ટોપમાં સ્થાન મેળવ્યું છે. એમ તો કુલ 64 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે.
Weather Update : આજે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ