ચેતન પટેલ/સુરત: સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિને તેનું સ્વમાન અને ઈજ્જત વ્હાલી હોય છે, પરંતુ પોતાના ચારિત્ર્ય ઉપર જ્યારે કોઈ શંકા કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ સહન કરી શકતું નથી. ખાસ કરીને, સ્ત્રીઓ આવી બદનામી સહન ના જ કરે. સુરતના ઓલપાડમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સમાજમાં બદનામી થવાના ડરથી એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત, આ જાણીતા નેતાને સોંપાઈ સૌથી મોટી જવાબદારી


ઓલપાડ તાલુકાના ઉમરા ગામે એક પરિણીતાને તેની સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિ સાથે લફરૂ હોવાની વાત ઉડાવતા પરિણીતાએ સમાજમાં બદનામ થવાના ડરે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દીધું છે. ઘટના પર નજરે કરીએ તો, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામનો ભાવેશ ચતુર બાળધાએ વર્ષ 2017માં મોરબી ખાતે રહેતા રવજી મોહન રીબડીયાની પુત્રી કોમલ સાથે સુરત ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. 


અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે!


છેલ્લા 6 વર્ષથી પત્ની કોમલ તથા બે વર્ષનો પુત્ર આરવ સાથે ભાવેશ ઓલપાડ તાલુકાના ઉમરા ગામના બાળ કૃષ્ણ રો-હાઉસના ઘર નંબર 21 માં રહે છે. જોકે, ભાવેશની પત્ની કોમલનું સોસાયટીમાં બધા સાથે લફરું ચાલે છે, એવું સોસાયટીમાં જ ઘર નંબર 36માં રહેતા જયદીપ કાકડીયાએ વાત ઉડાવતા કોમલને લાગી આવતા તેણે ઘરના રસોડાના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


Gold Rate Today: ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત?


આ તરફ ઘટનાની જાણ થતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતા કોમલને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડી. જોકે, ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી. પોલીસે જયદીપ રમેશ કાકડીયા (રહે.મકાન નં.36, બાળકૃષ્ણ રો-હાઉસ, ઉમરા ગામ)વિરૂધ્ધ લફરૂ હોવાની ખોટી-ખોટી વાતો ફેલાવી બદનામ કરી મરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.


રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો PM ક્યારે કરશે લોકાર્પણ?


હાલ ઓલપાડ પોલીસે આરોપી જયદીપ કાકડીયા વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પ્રેમ લગ્ન કરનાર ભાવેશને પોતાની પત્નીએ મોતનું પગલું ભરતા આઘાતમાંથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું છે, જયારે બે વર્ષનો પુત્ર આરવ પણ હવે માતાનું વાત્સલ્ય ઝંખી રહ્યો છે.