ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ હજાર સેનેટરી પેડથી જી-20નો લોગો તૈયાર કરાયો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે કામખ્યા સંસ્થાએ લોગો બનાવ્યો છે. 3,000 ટકાઉ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનેટરી પેડમાંથી જી-20નો લોગો તૈયાર કરાયો હતો. આ આખું આર્ટ વર્ક 200 ચોરસ ફૂટનું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્ટ વર્કમાં ઉપયોગમાં લેવામાં આવેલા સેનેટરી પેડ મહિલાઓએ બનાવ્યા હતા. હવે આ સેનેટરી પેડ્સને યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટરમાં મૂકાશે. ત્યારબાદ જરૂરીયાત મંદ લોકોને આપવામાં આવશે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 હજાર સેનેટરી પેડથી જી20નો લોગો તૈયાર કરાયો હતો. યુનિવર્સિટીના કુલસચિવ ડો. આર.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે કામખ્યા સંસ્થા અને વિદ્યાર્થી વિકાસ કેન્દ્રના કાર્યકર્તાઓએ એકઠાં થઈને 3,000 ટકાઉ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સેનેટરી પેડમાંથી જી20નો લોગો તૈયાર કર્યો હતો. 


આ આખું આર્ટ વર્ક 200 ચોરસ ફૂટનું હતું. આર્ટ વર્કમાં ઉપયોગમાં લેવામાં આવેલા સેનેટરી પેડ મહિલાઓએ બનાવ્યા હતા. હવે આ સેનેટરી પેડ્સને યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટરમાં મુકાશે. ત્યારબાદ જરૂરિયાત મંદ મહિલાઓને આપવામાં આવશે.