તેજસ મોદી/સુરત : સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. દર્દીઓ ક્યાંક વેન્ટિલેટર વગર તો ક્યાંક ઓક્સિજન બેડ વગર તડપી રહ્યા છે. રાજ્ય સરકાર અને અધિકારીવર્ગ સામસામે થઇ ચુક્યાં છે. તેવામાં હવે ખાનગી કંપનીઓ ગુજરાતની વ્હારે આવી હોય તેમ લાગી રહ્યું છે. એલ એન્ડ ટી કંપની દ્વારા સરકારની મદદ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલ.એન્ડ.ટી દ્વારા હજીરા વિસ્તારમાં આવતા 9 ગામો માટે 1,25,000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 20 વેન્ટીલેટર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને 4 નવસારી સિવિલ હોસ્પિટલને અર્પિત કર્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત એલ.એન્ડ.ટીનાં અધિકારીઓ અને હોદ્દેદારોનો સી.આર પાટીલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 


ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, સુરત જીલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઇ પટેલ, સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની, ગુજરાત સરકારમાં GIDC ચેરમેન થેંનારસનજી, 9 ગામનાં સરપંચો પણ હાજર રહ્યા હતા. તમામે એલએન્ડી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube