ચેતન પટેલ/સુરત: સુરતના વેસુના હેપી એક્સેલેન્સીયામાં રહેતા રીયલ એસ્ટેટના ધંધાર્થીએ દાદીમાંના કેરટેકર તરીકે વીસ દિવસ અગાઉ રાખેલો નોકર ઘરમાંથી રોકડા રૂ. 57 લાખ લઇ રફુચક્કર થઇ જતા ઉમરા પોલીસ દોડતી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઠવાલાઇન્સ મેઇન રોડ ક્લેકટર ઓફિસની સામે અમીઝરા એપાર્ટમેન્ટમાં અરિહંત એસોસિએટ નામે રીયલ એસ્ટેટનો ધંધો કરતા તરૂણ અનીલ શાહ વેસુના જોલી પાર્ટી પ્લોટ નજીક હેપી એક્સેલેન્સીયામાં રહે છે. ઘરમાં સાફ સફાઇ તથા પરચૂરણ કામ અને રસોઇ માટે તરૂણે નોકર રાખ્યા છે. ગત દિવસોમાં તરૂણના વૃધ્ધ દાદીની તબિયત સારી ન હોવાથી અને તેઓ હલન ચલન કરી શકતા ન હોવાથી વધુ એક નોકરની જરૂર હતી. 


જેથી તરૂણની માતા પાસે ચારેક મહિના અગાઉ એપાર્ટમેન્ટમાં રહેતા નિતીન અદાણીના જૂના નોકર જ્યંતિલાલ ખેતમલ નોકરીનું પુછવા આવ્યો હોવાથી તેને બોલાવ્યો હતો. જ્યંતિલાલને માસિક રૂ. 14 હજારનો પગાર નક્કી કર્યો હતો. 


દરમિયાનમાં ગત રોજ જ્યંતિ તેના રૂમમાં નજરે નહીં પડતા તરૂણ અને તેની પત્ની સોનિયાએ શોધખોળ કરી હતી. જેમાં જ્યંતિની બેગ પેક કરેલી હાલતમાં હતી અને તરૂણના રૂમની કબાટમાંથી રોકડા રૂ. 50 લાખ અને તેની માતાના રૂમના કબાટમાંથી રૂ. 7 લાખ મળી રૂ. 57 લાખ ગાયબ હતા.


તરૂણે એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા જ્યંતિ તરૂણની સાઇકલની આગળ લોન્ડ્રી બેગ લટકાવીને જતા નજરે પડયો હતો. જેથી તરૂણે તુરંત જ ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.હાલ ઉંમરા પોલીસે ચોરીનો ગુણોનોધી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube