સુરત : ફિલ્મી ગીતો પર પોલીસ જવાનો પોતાની વર્દીમાં હોય તેવો અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પોલીસની ગાડી સાથે જે વીડિયો મુકતા તેના કારણે વિવાદ થતા આ મુદ્દે વીડિયો પર પ્રતિબંધ મુકાયો છે. ફરી એકવાર સુરતના સચિન પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ પોલીસની ગાડી નહી પરંતુ કોઇ ખાનગી વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ ડાયલોગ અને ગીત પર ડાયલોગ સાથે મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરત પોલીસ અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. પોલીસના જવાનો પોલીસ વર્દીમાં ગાડી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાનમાં આવતા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 


અનેક કર્મચારીઓ પર કાયદેસરના પગલા પણ લેવાયા હતા. સુરતના સચિન પોલીસ સ્ટેશનન પાસે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ વીડિયોમાં પોલીસની ગાડી કોઇ ખાનગી વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવતા વિવાદ થયો છે. સરકારી અને પોલીસ કર્મચારીઓ જોડાય તેવી વ્યક્તિ ચલાવી રહી હોય તેમાં જવાબદાર કોણ અને જો કે આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. 


સૌથી મોટો વિવાદ ઉભો થયો છે કે, આ ગાડીનો ડ્રાઇવર જે પોલીસ કર્મચારી કે તેની જગ્યા પર અન્ય કોઇ વ્યક્તિ ચલાવતો હોવાનો વિવાદ પેદા થયો છે. આ વીડિયો અને ગાડી ચલાવતા યુવાન વિરુદ્ધ પોલીસ કમિશ્નર અજય કુમાર કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube