• આખે આખું કોમ્પ્લેક્સ તબીબો, મેડિકલ સ્ટોર, ફિઝિશિયનને છ મહિનાના મફત ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો.

  • ડિંડોલી વિસ્તારમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં કોમ્પ્લેક્સ આવ્યું છે


ચેતન પટેલ/સુરત :સુરતના એક જાણીતા બિલ્ડર દ્વારા કોરોનાની મહામારીમાં દરિયાદિલી બતાવવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના પગલે તેમને આખે આખું કોમ્પ્લેક્સ તબીબો, મેડિકલ સ્ટોર, ફિઝિશિયનને છ મહિનાના મફત ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ અહીંથી જ મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ઘણા એવા લોકો છે જેમનો ધંધો રોજગાર ઠપ્પ થઈ ગયો છે. દુકાનો તેમજ ઓફિસોના ભાડા ચૂકવવાના પણ રૂપિયા નથી નીકળી રહ્યા. ત્યારે સુરતના વિઘ્નેશ્વર બિલ્ડર ગ્રુપ દ્વારા આ મહામારી વચ્ચે દરિયાદિલભર્યું પગલું લેવામાં આવ્યું છે. આ બિલ્ડર ગ્રૂપનું ડિંડોલી વિસ્તારમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં કોમ્પ્લેક્સ આવ્યું છે. વિધ્નેશ્વર ગ્રૂપના બિલ્ડર્સ બાલમુકુંદ શાહ, શ્રવણ ચૌરસિયા અને ભાવીન ટેલરે સાથે મળીને આ નિર્ણય કર્યો છે.  


આ પણ વાંચો : સુશાંતની જેમ જ ફાંસી લગાવીને બિહારના એક કલાકારે મુંબઈમાં આત્મહત્યા કરી 


આ કોમ્પલેક્સમાં 100 થી વધુ દુકાનો તેમજ મોટા હોલ આવ્યા છે. તેમને આ આખેઆખું કોમ્પ્લેક્સ છ મહિના માટે ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. તબીબો, નર્સ, ફિઝીયોથેરાપી, મેડિકલ સ્ટોર તથા સંસ્થાઓ માટે આ તમામ ઓફિસોને છ મહિના માટે ફ્રી ભાડા સાથે આપવાનો નિર્ણય કર્યો છે. બિલ્ડર દ્વારા એક પણ રૂપિયો આ લોકો પાસેથી લેવામાં આવશે નહિ. સાથોસાથ જો જરૂર જણાશે તો તમામ લોકોને ટેબલ, ખુરશી સહિતની જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવશે. 


આ પણ વાંચો : ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ    


બિલ્ડર દ્વારા આ તબીબોની જાહેરાત વધુમાં વધુ થાય તે માટે ટીવી, પ્રિન્ટ તેમજ અન્ય માધ્યમથી જાહેરાત કરી તેમનો પ્રચાર પણ કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિની સાથે આસપાસના તમામ લોકોને વહેલામાં વહેલી તકે તબીબી સારવાર પણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, જો આ આખી મિલકત બિલ્ડર ભાડા પર આપી દે તો રૂપિયા 20 લાખની મહિને કમાણી થશે.


આ પણ વાંચો : શેઠની શિખામણ ઝાંપા સુધી, કાર્યક્રમમાં AMC ના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જ માસ્કનો નિયમ ભૂલ્યા