ગુજરાતની એક યુનિવર્સિટીનું શરમજનક પરિણામ! 141 વિદ્યાર્થીઓમાં માત્ર એક પાસ
VNSGU MA External Exam Result : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ ભાગ-1 એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ 0.52 ટકા જ આવ્યું, એટલે કે 141 ઉમેદવારોમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો
Veer Narmad South Gujarat University : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. પોતાના નિર્ણયો અને કામના કારણે હંમેશા વિવાદમાં રહેતી યુનિવર્સિટી આ વખતે પરીક્ષાના પરિણામને લઈને વિવાદમાં આવી છે. માસ્ટર ઈન ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પરિણામ આવતા જ બધા ચોંકી ગયા. કારણ કે 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ પાર્ટ 1 ની પરીક્ષાનું પરિણામ એક ટકા પણ આવ્યું નથી
માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ ભાગ 1 એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ 0.52 ટકા જ આવ્યું છે.આ પરીક્ષા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી.આ પરીક્ષામાં કુલ 192 વિદ્યાર્થીઓએ બેસવાના હતા. પરંતુ 51 ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. આ પરીક્ષા આપનારા તમામ 141 વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધા ચોંકી ગયા હતા. 141 ઉમેદવારોમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો, 140 ઉમેદવારો નાપાસ થયા.
નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં
આ પ્રકારના પરિણામોના કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. એક ટકા પણ પરિણામ ન આવતા યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, એક-બે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે, અમે વિદ્યાર્થીઓને કહ્યું છે કે ભેગા થઈને ફરિયાદ કરો. અમે તપાસ કરી રહ્યા છીએ કે આવા પરિણામો શા માટે આવ્યા અને તેની પાછળનું કારણ શું છે.
ગત વર્ષે વિદ્યાર્થીઓએ પેપરમાં લખ્યા હતા અભદ્ર શબ્દો
ડિસેમ્બર 2023માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી BA-B.Com વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપરને કારણે ચર્ચામાં આવી હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પરીક્ષાના પેપરમાં પ્રેમકથા, કામસૂત્રની વાર્તા અને પ્રિન્સિપાલ, પ્રોફેસર અને મેડમના નામ સાથે અપશબ્દો લખ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરનારા છ વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેઓને નાપાસ કરવામાં આવ્યા હતા, સાથે 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને યુનિવર્સિટીની લેખિતમાં માફી માંગી હતી.
દાંતામાં આભ ફાટ્યું! 8 ઈંચ વરસાદથી આફત આવી, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા