ચેતન પટેલ/સુરત: વિદ્યાર્થીઓની પરીક્ષા ટાણે અનેક એવી કરતૂતો સાંભળવા મળે છે કે તેના પર વિશ્વાસ કરવો સહેલો હોતો નથી. અમે આજે તમને સુરતના એક એવા વિદ્યાર્થીની પરીક્ષામાં કરતૂત જણાવવા જઈ રહ્યા છીએ કે વાંચીને તમને પણ આશ્ચર્ય થશે. VNSGUમાં ભણતા શહેરના એક વિદ્યાર્થીએ BComના એકાઉન્ટના પેપરમાં પોતાની ઉત્તરવહીમાં 200-200ની 2 ચલણી નોટ મૂકી પેપરમાં લખ્યું ‘મને વધારે કંઈ જ આવડતું નથી’ વિદ્યાર્થીએ યુનિવર્સિટીને પોતાની ભૂલનો એકરાર કરતા એવું પણ કહ્યું છે કે ‘ફેલ થતો હોવાથી મેં આવું કર્યું, હવે આવી ભૂલ નહીં કરું’...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીના BComના છઠ્ઠા સેમેસ્ટરના એકાઉન્ટના પેપરમાં પાસ થવા માટે વિદ્યાર્થીએ આન્સર બુકના પાના વાળીને રૂ. 200-200ની નોટ સ્ટેપલર કરીને એક સંદેશ લખ્યો હતો કે મને વધારે કંઈ જ આવડતું નથી, પ્લીઝ ઓપન પેજ, થેંક્યું’. તમને જણાવી દઈએ કે વર્ષ 2020ના નવેમ્બર અને ડિસેમ્બરમાં B.comની છઠ્ઠા સેમ.ની પરીક્ષા પેન અને પેપર મોડથી લેવાઈ હતી, જેમાં આ કરતૂત પકડાઈ હતી.


વિદ્યાર્થીની ઉત્તરવહીમાં 200-200ની 2 ચલણી નોટની ઘટના બાદ ચેકિંગ કરનારા પ્રોફેસરે આ બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવીને તેની પુછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ સહજતાથી જણાવ્યું હતું કે, એડવાન્સ એકાઉન્ટિંગમાં પાસ થાવ તો ઓડિટિંગમાં ફેલ થતો હતો અને ઓડિટિંગમાં પાસ થાવ તો એડવાન્સ એકાઉન્ટિંગમાં ફેલ થતો હતો. જેથી મે પાસ થવા માટે આવું કર્યું હતું, બીજી વખત આવી ભૂલ નહીં થાય તેના પર ધ્યાન આપીશ.


યુનિવર્સિટીએ વિદ્યાર્થીની રજૂઆત સાંભળીને નિયમો મુજબ વિદ્યાર્થીને BComના એકાઉન્ટના પેપરમાં શૂન્ય માર્ક્સ આપ્યા હતા. તે સાથે રૂ. 500ની પેનલ્ટી પણ કરી હતી અને બન્ને આન્સર બુકમાં મૂકાયેલી રૂ. 200-200ની બે નોટ પરત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube